કોરોના વાયરસ : ચીનથી પરત ફરેલા બે સંદિગ્ધને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરાયા

News18 Gujarati
Updated: January 24, 2020, 4:44 PM IST
કોરોના વાયરસ : ચીનથી પરત ફરેલા બે સંદિગ્ધને મુંબઈની હૉસ્પિટલમાં દાખલ કરાયા
ફાઇલ તસવીર

ચીનમાં કોરોના વાયરલને ધ્યાનમાં રાખીને બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC)એ કસ્તૂરબા હૉસ્પિટલમાં એક અલગ વૉર્ડ બનાવ્યો છે. બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે શુક્રવારે એક એડ્વાઇઝરી પણ જાહેર કરી છે.

  • Share this:
મુંબઈ : ચીનથી ભારત પરત ફરેલા બે વ્યક્તિઓને નવા કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની આશંકાએ તેમને ડૉક્ટરોની દેખરેખ હેઠળ અહીંની એક હૉસ્પિટલમાં અલગ વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી. હકીકતમાં ચીનમાં અનેક લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેના કારણે અનેક લોકોનાં મોત થયા છે.

થર્મલ સ્ક્રિનિંગ

અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 19 જાન્યુઆરીના રોજ 1789 પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે પ્રવાસીઓ કે જેઓ ચીનમાંથી આવ્યા હતા, તેમને બીએમસી દ્વારા સંચાલિક ચિંચપોકલીની કસ્તૂરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધી આ જીવલેણ વાયરસનો કોઈ મામલો પ્રકાશમાં નથી આવ્યો. તેમણે કહ્યુ, 'ગત 14 દિવસમાં ચીનના વુહાનથી આવેલા કોઈ પણ પ્રવાસીના થર્મલ સ્ક્રિનિંગમાં ચેપ લાગ્યાનું જાણવા મળ્યું નથી.'

અલગ વૉર્ડ

ચીનમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને બીએમસીએ કસ્તૂરબા હૉસ્પિટલમાં એક અલગ વૉર્ડ બનાવ્યો છે. બીએમસીમાં કાર્યકારી સ્વાસ્થ્ય અધિકારી ડૉક્ટર પદ્મજા કેસ્કરે જણાવ્યુ કે, "જે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની આશંકા હોય તેમની દેખરેખ અને સારવાર માટે એક અલગ વૉર્ડ બનાવવામાં આવ્યો છે." કેસ્કરે જણાવ્યુ કે ચીનથી આવેલા બે લોકોને અહીં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ લોકોમાં શરદી-ખાંસીના લક્ષણો જોવા મળ્યા છે. દેખરેખમાં રાખેલા બંને લોકો વિશે વધારે માહિતી સામે આવી નથી.

ચીનથી આવતા લોકો પર નજર 

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નિયુક્ત કરવામાં આવેલા ડૉક્ટરને કહેવામાં આવ્યું છે કે ચીનથી આવતા કોઈ પણ યાત્રીમાં કોરોના વાયરસ જેવા લક્ષણો જોવા મળે તો તેમને અલગ વૉર્ડમાં મોકલી આપવા. ખાનગી દવાખાનાના ડૉક્ટરોને પણ આવો કોઈ કેસ માલુમ પડે તો આ વૉર્ડમાં મોકલી આપવાનું કહેવામાં આવ્યું છે. આ બીમારીને કારણે ચીનમાં અત્યાર સુધી 25 લોકોનાં મોત થયા છે, જ્યારે 800 લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે. રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી આ બીમારીના 26 કેસ સામે આવ્યા છે. બેઇજિંગ ખાતે ભારતીય દૂતાવાસે અગમચેતીના ભાગરૂપે 26મી જાન્યુઆરીના રોજ યોજાનાર ગણતંત્ર કાર્યક્રમ રદ કરી દીધો છે.
First published: January 24, 2020
વધુ વાંચો
अगली ख़बर