Home /News /national-international /

ઉન્નાવ બાદ ઈટાહ અને મહોબાઃ 8 વર્ષની બાળકીની રેપ બાદ હત્યા; 10 વર્ષની બાળકી પર પિતાનું દુષ્કર્મ

ઉન્નાવ બાદ ઈટાહ અને મહોબાઃ 8 વર્ષની બાળકીની રેપ બાદ હત્યા; 10 વર્ષની બાળકી પર પિતાનું દુષ્કર્મ

    ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ બાદ હવે ઇટાહ જિલ્લામાં બળાત્કાર અને હત્યાનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર બાળકીની ઉંમર આઠ વર્ષ છે. સોમવારે સાંજે આ બનાવ બન્યો હતો. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બાળકી તેના માતાપિતા સાથે એક લગ્ન સમારંભમાં ગઈ હતી. અહીં એક યુવક તેને લલચાવીને નિર્માણાધિન મકાનમાં લઈ ગયો હતો અને જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યા હતો. બળાત્કાર બાદ યુવકે બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

    મહોબામાં પિતાનો 10 વર્ષની બાળકી પર રેપ, માતાએ નોંધાવી ફરિયાદ

    ઉત્તર પ્રદેશમાં બાળકીઓ પર અત્યાચારની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. ઉન્નાવ બાદ મહોબા જિલ્લામાં એક પિતાએ જ પોતાની 10 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનો કેસ સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બાળકી માતાની ફરિયાદ પ્રમાણે શનિવારે તેણી પોતાની પુત્રીને મૂકીને ઘર બહાર ગઈ હતી. આ સમયે તેના પતિએ તેની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાનો પતિ દારૂ પીવાની કૂટેવ ધરાવે છે.

    પોલીસે બાળકીનું મેડિકલ પરિક્ષણ કરતા બળાત્કાર થયાની વાત સાચી સાબિત થઈ હતી. બાદમાં પોલીસે માતાની ફરિયાદના આધારે તેના પતિ સામે એફઆઈઆર નોંધી હતી. પોલીસ ફરિયાદ બાદ મહિલાનો પતિ ફરાર થઈ ગયો હતો, સોમવારે પોલીસે તેની ધરપકડ કરી હતી.

    પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા તેની 10 વર્ષની પુત્રીને ઘરે મૂકીને બે બાળકો સાથે ખેતર ગઈ હતી. આ વખતે તેનો પતિ ઘરે જ હતો. મહિલા જ્યારે ખેતરથી પરત ફરી ત્યારે તેને માલુમ પડ્યું હતું કે તેની પુત્રીને ખુદ પતિએ જ હવસનો બનાવી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: યૂપી

    આગામી સમાચાર