નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશનાં એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. અહીંનાં લોહિત જિલ્લામાં તેજુ શહેરમાં બાળકી સાથે દુષ્કર્મ અને બાદમાં મર્ડર કરનાર આરોપીઓને લોકોએ ઢોર માર મારીને મારી નાખ્યા. આરોપીઓનું નામ સંજય સબર જેની ઉંમર 30 વર્ષ છે અને જગ્દીશ લોહાર જેની ઉંમર 25 વર્ષ છે. આરોપી અરૂણાચલ પ્રદેશનાં ચાનાં બગીચાઓમાં કામ કરવા આવ્યા હતા.
આ વિશે IG નવીન પાયેંગે જણાવ્યું કે, 12 ફેબ્રુઆરીએ એક પાંચ વર્ષિય બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની હતી જેમાં બાળકીનું માથુ ધડથી અલગ હતું. તેનું શબ ચાનાં બગીચામાંથી મળી આવ્યુ હતું જ્યાં આ બંને આરોપી કામ કરતા હતાં. બાળકીનાં શરીર પર કપડાં સુદ્ધા ન હતાં. શબ મળ્યા બાદ બંને આરોપી ફરાર થઇ ગયા હતાં. પોલીસે સર્ચ ઓપરેશન બાદ બંનેને અસમથી અરેસ્ટ કર્યા હતાં.
પોલીસ સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આરોપીઓને કોર્ટે ન્યાયિક હિરાસતમાં રાખ્યા હતાં. પોલીસ સામે બંને આરોપીઓ તેમનો ગુનો પણ કબૂલ કરી લીધો હતો. બંનેએ તેજૂ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતાં આ વચ્ચે આરોપીઓની અટકાયતની ખબર લોકો સુધી ફેલાઇ ગઇ અને પોલીસ સ્ટેશનની બહાર ભીંડ જમા થવા લાગી. જોત જોતામાં ભીડે પોલીસ સ્ટેશનમાં તોડફોડ શરૂ કરી દીધી અને બંને આરોપીઓને લોકઅપમાંથી બહાર કાઢીને ઢોર માર માર્યો હતો. જે બાદ આ બંનેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયુ હતું.
CM પેમા ખાંડુએ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી
તો બીજી તરફ મુખ્યમંત્રી પેમા ખાંડુએ આ ઘટનાને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવી છે અને કહ્યું કે, 'બાળકી સાથે બળાત્કાકર અને હત્યાની ઘટના બર્બર અને અમાનવીય છે જોકે ભીંડનું આ રીતે ઉગ્ર થવુ પણ 'દુર્ભાગ્યપૂર્ણ' ઘટના છે. આ ઘટનામાં તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.'
2015માં પણ બની હતી આવી ઘટના
આપને જણાવી દઇએ કે આવી જ એક ઘટના 5 માર્ચ 2015નાં નાગાલેન્ડનાં દીમાપુરમાં થઇ હતી. આ સમયે પણ ઉગ્ર બનેલી ભીડે આરોપીને જેલમાંથી કાઢીને ઢોર માર માર્યો હતો આરોપી મરી ગયા બાદ તેનું શબ ચાર
રસ્તે લટકાવી દીધુ હતું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર