ઉત્તર પ્રદેશમાં આ બે પટેલથી વધી ભાજપની મુશ્કેલીઓ, જાણો કોણ છે

News18 Gujarati
Updated: February 22, 2019, 6:41 PM IST
ઉત્તર પ્રદેશમાં આ બે પટેલથી વધી ભાજપની મુશ્કેલીઓ, જાણો કોણ છે

  • Share this:
લોકસભા ચૂંટણી 2019 માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ વચ્ચે મજબૂત ગઠબંધન તૈયાર થઇ ગયું છે, તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં ભાજપની મુખ્ય સહયોગી પાર્ટી અપના દળ પણ સાથ છોડી રહ્યું હોવાની વાત વહેતી થઇ છે, અપના દળની પાર્ટીની સંરક્ષક અનુપ્રિયા પટેલ અને અધ્યક્ષ આશીષ પટેલે ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી, તો હાર્દિક પટેલ પણ ઉત્તર પ્રદેશમાં હાલ રેલી ગજવી રહ્યો છે.

જાણકારી મળી રહી છે કે 28 ફેબ્રુઆરીએ અનુપ્રિયા એનડીએ છોડી કોંગ્રેસનો હાથ પકડી શકે છે, પૂર્વાંચલમાં માત્ર અનુપ્રિયા જ નહીં ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ પણ સતત રેલી ગજવી રહ્યો છે, એવામાં કહેવામાં આવી રહ્યું છે કે તે પણ ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઇ શકે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ લાલ કપડામાં જુઓ ઐશ્વર્યાનો ઢાસુ અંદાજ, એકવાર તો જોવા જેવી છે આ તસવીરો

હાર્દિક પટેલથી વધી રહી છે ભાજપની મુશ્કેલીઓ

ભલે ગુજરાતના યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ, અખિલેશને જાહેરમાં પોતાનું સમર્થન આપી દીધું હોય પરંતુ તે સતત કોંગ્રેસ નેતાઓના વિસ્તારમાં ચૂંટણી સભા કરી રહ્યો છે, હાર્દિકનું કહેવું છે કે તે એ તમામની સાથે છે જેઓ ભાજપના વિરોધી છે, હાર્દિકે કહ્યું કે હું ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છું, લોકો ભાજપના શાસનથી ત્રસ્ત છે અને તેનાથી છુટકારો ઇચ્છી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત તો કરી ચૂક્યો છે. પરંતુ તે કઇ પાર્ટીમાંથી મેદાનમાં ઉતરશે તે હાલ સસ્પેન્સ છે. ભલે હાલ હાર્દિક કોઇ પાર્ટી માટે પ્રચાર નથી કરી રહ્યો પરંતુ તે ભાજપ વિરોધી છે, જેનાથી ભાજપને મોટું નુકશાન પહોંચી શકે છે.

કેમ નારાજ છે અનુપ્રિયા પટેલસૂત્રોનું કહેવું છે કે એક કાર્યક્રમમાં અનુપ્રિયાને બોલાવવાનું ભાજપ ભૂલી ગયા. ત્યારબાદથી બંને પાર્ટી વચ્ચે તણાવ શરૂ થઇ ગયો. એક મેડિકલ કોલેજના ઉદ્ધાટન કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ અનુપ્રિયાને આમંત્રણ ન અપાયું. અનુપ્રિયા સતત આ પ્રકારના આરોપ લગાવતી રહી કે 2017માં જ્યારે રાજ્યમાં યોગી સરકાર આવી તો તેની અને તેની પાર્ટીની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
First published: February 22, 2019, 6:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading