છત્તીસગના દંતેવાડામાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે ગુરુવારે સવારે થયેલી અથડામણમાં જેના માથે રૂ. 5 લાખનું ઇનામ હતું તે નક્સલી કમાન્ડર વર્ગીસ ઠાર મરાયો છે. બીજેપીના ધારાસભ્ય ભીમા મંડાવીની હત્યા માટે વર્ગીસે (લેન્ડમાઇન)સુરંગ ગોઠવી હતી.
ડીજી એન્ટી નક્સલ ઓપરેશન ગિરિધારી નાયકે ન્યૂઝ18ને જણાવ્યું કે દંતેવાડા જિલ્લાના કુઆકોન્ડા જંગલમાં પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ દરમિયાન લેન્ડમાઇન પાથરવામાં નિષ્ણાત વર્ગીસ અને એક અન્ય નક્સલી માર્યો ગયો છે. નોંધનીય છે કે નવમી એપ્રિલના રોજ ભીમા મંડાવીની ગાડીને નક્સલીઓએ વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી. આ વિસ્ફોટમાં ધારાસભ્ય તેમજ ચાર જવાનોનાં મોત થયાં હતા.
દંતેવાડાના કુઆકોન્ડા થાણા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. કટેકલ્યાણ અને કુઆકોન્ડા થાણાના સરહદ વિસ્તારમાં તપાસ દરમિયાન ડીઆરજીના જવાનોની નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી.
નવમી એપ્રિલના રોજ દંતેવાડાના નકુલનાર વિસ્તારના શ્યામગિરીમાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો હતો. હુમલામાં ધારાસભ્ય તેમજ ચાર જવાન માર્યા ગયા બાદ નક્સલીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે નક્સલીઓને ઠાર મરાયા બાદ ઘટનાસ્થળેથી હથિયારો મળી આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક નક્સલી ઈજાગ્રસ્ત થયો છે, જેના સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર