ગુજરાતના આ બે સાંસદ મોદી સરકારમાં બનશે મંત્રી

રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા અને લોકસભાના સાંસદ મનસુખ વસાવાને પીએમઓમાંથી આવ્યો ફોન

News18 Gujarati
Updated: May 30, 2019, 3:46 PM IST
ગુજરાતના આ બે સાંસદ મોદી સરકારમાં બનશે મંત્રી
પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા
News18 Gujarati
Updated: May 30, 2019, 3:46 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આજે સાંજે યોજાનારી મોદી સરકારની શપથવિધીમાં મંત્રી તરીકે શપથ લેવા માટે ગુજરાતના બે સાંસદોની પસંદગી થઈ છે. આજે બપોરથી જ પીએમઓમાંથી સાંસદોને ફોન કરી અને શપથવિધી માટે તૈયાર રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. ગુજરાતમાંથી મોદી સરકારમાં વર્તમાન બે મંત્રીને  ફોન આવ્યો છે. નવી મોદી સરકારમાં રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયા અને પરષોત્તમ રૂપાલા  મંત્રી બનશે. જોકે, મીડિયામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાનું નામ પણ મંત્રી તરીકે ચર્ચાઈ રહ્યું છે. તેમના પરિવારે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ તેમને ફોન આવ્યો ન હોવાનું જણાવ્યું હતું.

મનસુખ માંડવિયા ગત સરકારમાં રાજ્ય કક્ષાના રોડ ટ્રાન્સપોર્ટ, હાઇવે, શિપીંગ અને કેમિકલ્સ ફર્ટિલાઇઝરનો હવાલો આપવામાં આવ્યો હતો. જ્યારે પરષોત્તમ રૂપાલા રાજ્ય કક્ષા કૃષિ મંત્રી હતા. અગાઉની સરકારમાં પ્રથમ મંત્રી મંડળમાં મનસુખ વસાવાના રાજ્ય કક્ષાના આદિજાતી વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા પરંતુ બાદમાં થયેલા મંત્રી મંડળા વિસ્તરણમાં તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :  મોદીની સાથે રાજનાથ સિંહ, પિયૂષ ગોયલ, સ્મૃતિ અને રવિશંકર પ્રસાદ લેશે શપથ

વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે કોંગ્રેસના શેર ખાન પઠાણ અને બીપીટીના છોટુ વસાવાને હરાવીને ફરી સાંસદ બન્યા છે. જ્યારે ભાજપ માટે સૌરાષ્ટ્રનો પ્રભાર સંભાળી રહેલા માંડવિયા અને રૂપાલા રાજ્યકક્ષાના સાંસદ છે. રાજ્યમાંથી સી.આર. પાટીલ, મોહન કુંડારીયાને પણ મંત્રીપદ મળે તેવી અટકળો હતી જોકે, જ્ઞાતિ અને રાજકીય સ્થિતી જોતા મોદી સરકારમાં બે પટેલ અને એક આદિવાસી મંત્રીને રાજ્યમાંથી સ્થાન આપવામાં આવ્યું છે.

 
First published: May 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...