મુંબઇમાં બે સગીર યુવાનોએ 3 વર્ષીય બાળકી સાથે કર્યો બળાત્કાર, FIR દાખલ

પ્રતિકાત્મક તસવીર

કસ્તૂરબા માર્ગ પોલીસ સ્ટેશનના સીનિયર અધિકારીએ જણાવ્યું કે આઇપીસીની કલમ 376 હેઠળ અને પોક્સો એક્ટ હેઠળ આ કેસ દાખલ થયો છે. તેમણે કહ્યું કે આરોપીઓને સુધારગ્રહમાં મોકલવામાં આવ્યા છે.

 • Share this:
  દેશના નાની અને માસૂમ બાળકીઓ પર જઘન્ય અપરાધો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે. જો કે આ વચ્ચે એક ચોંકવનારી ઘટના સામે આવી છે. મુંબઇ કથિત રીતે બે સગીર યુવાનોએ એક ત્રણ વર્ષની બાળક પર બળાત્કાર કર્યો હોવાની ઘટના સામે આવી છે. હાલ તો પોલીસ આ મામલે પોક્સો એક્ટ (POCSO Act) હેઠળ કેસ દાખલ કર્યો છે.

  તપાસમાં લાગેલી પોલીસે જણાવ્યું કે બંને આરોપીઓની બાળકી પરિચિત હતી. કસ્તૂરબા માર્ગ પોલીસ સ્ટેશનના સીનિયર પોલીસ ઇન્પેક્ટરે કહ્યું કે એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે બે સગીર બાળકોએ તેમની ત્રણ વર્ષની માસૂમ દીકરી પર સામૂહિક બળાત્કાર કર્યો છે. ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે અમે આઇપીસીની કલમ 376 અને પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. અને બંને બાળકોને સુધારગૃહમાં મોકલ્યા છે.

  નોંધનીય છે કે આ પહેલા સોમવારે પણ આ રીતનો કેસ સામે આવ્યો હતો. જ્યારે શાહજહાંપુર શહેરના રોજા વિસ્તારમાં એક 16 વર્ષીય યુવકે 7 વર્ષીય બાળકનો કથિત રીતે બળાત્કાર કર્યો હોવાની જાણકારી મળી હતી. અંગ્રેજી છાપા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ યુવતી ઘરની બહાર રમી રહી હતી.

  ત્યારે જ આરોપી યુવક તેને સુમસામ જગ્યાએ લઇ ગયો અને તેનો રેપ કર્યો. પીડિત બાળકીના નાજુક અંગો પર આ પછી ગંભીર ઇજાઓ થઇ છે. જ્યારે બાળકીએ આ મામલે માતા પિતાને કહી તો તેમણે ફરિયાદ નોંધાવી અને તે પછી પોલીસે તે સગીર યુવકથી ધરપકડ કરી.
  Published by:Chaitali Shukla
  First published: