ઉત્તર પ્રદેશઃ ખેતરમાં 8 વર્ષની બાળકી ઉપર બે કિશોરોએ આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી રવિવારે સાંજે દવા લેવા માટે ગઈ હતી. આ સમયે આ બાળકી ખેતરમાં ધાણા લેવા માટે ગઈ હતી. જ્યાં પહેલાથી હાજર બે કિશોરોએ તેને દબોચી લીધી હતી.

 • Share this:
  ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાનપુર જિલ્લાના એક ગામમાં બે કિશોરોએ એક આઠ વર્ષની બાળકીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ (rape) કર્યું હતું. આરોપીઓએ ગંભીર હાલતમાં બાળકીને છોડીને ફરાર થયો હતો. જેમ તેમ ઘરે પહોંચલી બાળકીને પોતાની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં (Police station) આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ પકડીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

  મળતી માહિતી પ્રમાણે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી રવિવારે સાંજે દવા લેવા માટે ગઈ હતી. આ સમયે આ બાળકી ખેતરમાં ધાણા લેવા માટે ગઈ હતી. જ્યાં પહેલાથી હાજર બે કિશોરોએ તેને દબોચી લીધી હતી. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

  આ પણ વાંચોઃ-વીકમાં 15 કલાક કામ કરીને વર્ષે રૂ. 89 લાખ કમાયે છે 23 વર્ષનો આ યુવક

  આ ઘટનાથી બાળકીની હાલત ગંભીર થઈ હતી. આ ઘટના અંગે કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને કિશોરોએ ફરાર થયા હતા. જેમતેમ કરીને માસૂમ બાળકી ઘરે પહોંચી હતી. અને તેની માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

  આ પણ વાંચોઃ-હાઈવે ઉપર કાર ચલાવી રહી હતી યુવતી, ત્યારે ઉપરથી પડી બરફની ચાદર

  ત્યારબાદ પરિવારજનોએ આરોપીઓના ઘરે પહોંચ્યા તો આરોપીઓના પરિવાજનોએ તેમના સાથે મારમારી કરી હતી. જેનાથી પીડિતાની માતાને ગભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ માતા બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચોઃ-સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણો નવો ભાવ

  આઠ વર્ષની માસૂમ બાળકીને સાથે ગેંગરેપની ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી. અને તરત જ ગામ પહોંચીને બંને આરોપીને દબોચી લીધા હતા. શિવલી પોલીસ સ્ટેશનના ભૂપેન્દ્ર સિંહ રાઠીએ જણાવ્યું હતું કે, પીડિત બાળકીની માતા તરફથી બાળકી સાથે ગેંગરેપની ફરિયાદ આપવામાં આવી છે. ત્યારબાદ બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે.
  Published by:ankit patel
  First published: