રજા પર ઉતારી દેવાયેલા CBI ચીફના ઘર બહાર 'જાસૂસી' કરવા બદલ ચારની ધરપકડ

News18 Gujarati
Updated: October 25, 2018, 11:48 AM IST
રજા પર ઉતારી દેવાયેલા CBI ચીફના ઘર બહાર 'જાસૂસી' કરવા બદલ ચારની ધરપકડ
ચાર શકમંદની ધરપકડ

ધરપકડ કરવામાં આવેલી બંને વ્યક્તિઓ તેમના ઘરની આસપાસ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હતા, તેમજ ઘરમાં જાસૂસી કરવાના ઇરાદથી ડોકિંયા કરી રહ્યા હતા.

  • Share this:
નવી દિલ્હીઃ રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ચીફ અલોક વર્માના ઘર બહાર ગુરુવારે સવારે હોબાળો મચી ગયો હતો. તેમના ઘર બહારથી ચાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરવામાં આવેલી બંને વ્યક્તિઓ તેમના ઘરની આસપાસ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હતા, તેમજ ઘરમાં જાસૂસી કરવાના ઇરાદથી ડોકિંયા કરી રહ્યા હતા.

ચારેય વ્યક્તિઓને અલોક વર્માના સુરક્ષા ગાર્ડે ધરની અંદર જ અટકાવ્યાં હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાદમાં પોલીસને બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ બંને લોકોની પૂછપરછ કરી રહી છે.

અનધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે લોકોની અટકાયત કરવામાં આવી છે તે બંને ઇન્ટેલિજન્સ બ્યૂરોના માણસો છે અને બંને વર્માના ઘર પર નજર રાખી રહ્યા હતા. નોંધનીય છે કે વર્માને બુધવારે ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ એમ નાગેશ્વર રાવને હંગામી ચીફ બનાવવામાં આવ્યા છે. આ કેસમાં ડેપ્યૂટી ચીફ રાકેશ અસ્થાનાને પણ ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ CBIની હાલક ડોલક નાવડીને સંભાળનારા નાગેશ્વર રાવ કોણ છે?

ચારેય લોકો 2-અકબર રોડ ખાતે આવેલા અલોક વર્માના ઘરની બહાર એક કારમાં બેઠા હતા. આ વિસ્તાર હાઇસિક્યુરિટી ઝોનમાં આવે છે. સવારે પોણા આઠ વાગ્યાની આસપાસ તેમને પકડી દેવામાં આવ્યા હતા.
First published: October 25, 2018, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading