તેલંગાણામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે માઓવાદી ઠાર મરાયા

માઓવાદી નેતા જેના માથે 20 લાખનું ઈનામ છે તે ભાસ્કર એન્કાઉન્ટરમાં બચીને ભાગી ગયો, સર્ચ ઓપરેશન ચાલુ

માઓવાદી નેતા જેના માથે 20 લાખનું ઈનામ છે તે ભાસ્કર એન્કાઉન્ટરમાં બચીને ભાગી ગયો, સર્ચ ઓપરેશન ચાલુ

  • Share this:
    હૈદરાબાદઃ તેલંગાણા (Telangana)ના કોમરમભીમ આસિફાબાદ જિલ્લાના કાગજનગર મંડળના કદંબા જંગલમાં પોલીસ (Police)ની સાથે કાલે રાત્રે થયેલા એન્કાઉન્ટર (Encounter)માં બે માઓવાદીઓના (Maoists) મોત થયા છે. માર્યા ગયેલા માઓવાદીઓમાં વર્ગિસ અને એક અન્ય મહિલા માઓવાદી હોવાના અહેવાલ છે, જ્યારે બે અન્યની પણ માર્યા જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ખૂબ જ ઘાઢ જંગલ છે અને અહીં વાઘનો મોટી સંખ્યામાં વસવાટ છે. પોલીસે ઘટનાસ્થળેથી એકે-47 જપ્ત કરી લીધો છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદી પાર્ટી પ્રદેશ કમિટી સભ્ય મૈલરપુ આડેલ્લુ ઉર્ફે ભાસ્કર બચવામાં સફળ રહ્યો છે. પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

    25 વર્ષોથી અંડરગ્રાઉન્ડ ભાસ્કરના માથે 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. એન્કાઉન્ટર બાદ કોમરમ ભીમ જિલ્લાના પ્રભારી રામગુંડા પોલીસ કમિશ્નર વી. સત્યનારાયણ, એએસપી સુધીન્દ્રએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

    આ ઓપરેશનમાં સંયુક્ત આદિલાબાદ જિલ્લાના કુલ 8 ગ્રેહાઉડ્સ ટીમો અને 6 સ્પેશલ પાર્ટીઓએ હિસ્સો લીધો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વર્ગિીસને હાલની નિયુક્તિઓમાં આદિલાબાદ જિલ્લાના ઈન્દ્રવેલી એરિય કમિટીના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યો હતો. મૂળે છત્તીસગઢના નિવાસી વર્ગિસ પર 5 લાખનું ઈનામ હતું.

    આ પણ વાંચો, IPL 2020: ચેન્નઇ સુપરકિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને કેવી રીતે હરાવ્યું, જાણો 5 કારણ

    પાકી માહિતી મળ્યા બાદ કરાઈ કાર્યવાહી - માઓવાદીઓની ગતિવિધિઓ પર કડક નજર રાખવાની સાથે જ પાકી સૂચનાના આધારે પોલીસે આ કાર્યવાહી કરી. છેલ્લા કે દિવસોથી આસિફાબાદ અને કાગજનગરની વચ્ચેના જંગલોમાં પોલીસ દળે સર્ચ ઓપરેશન તેજ કરી દીધું હતું. શુક્રવારે આસિફાબાઇ મંડળના ચિલાડીગુડામાં માઓવાદીઓ હાજર હોવાની સૂચના મળતાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

    આ પણ વાંચો, નોટબંધી બાદ તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓએ દાન કરી 50 કરોડની જૂની નોટ! ટ્રસ્ટે કેન્દ્ર પાસે માંગી મદદ

    માઓવાદી પાર્ટી પ્રદેશ કમિટી સભ્ય તથા કેબીએમ (કોમરમ ભીમ મંરિર્યાલ) ડિવીઝનનો સચિવ ભાસ્કરના નેતૃત્વમાં દળના પાંચ સભ્યોની છત્તીસગઢના દંડકારણ્યથી મહારાષ્ટ્રના રસ્તે પ્રાણહિતા નદી તરફ થોડા સમય પહેલા આસિફાબાદમાં ઘૂસવાના અહેવાલ છે. આ ક્રમમાં ગત મહિને તિર્યાણી મંડળના ટોક્કીગુડા જંગલમાં થયેલા એન્કાઉન્ટરમાં માઓવાદી બચીને ભાગવામાં સફળ રહ્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: