નદીમાં ફસાયા બે યુવકો, રેસ્ક્યૂ ઓપરેશન જોઈને ધબકારા ચૂકી જશો!

News18 Gujarati
Updated: August 19, 2019, 3:42 PM IST
નદીમાં ફસાયા બે યુવકો, રેસ્ક્યૂ ઓપરેશન જોઈને ધબકારા ચૂકી જશો!
એરફોર્સે બંનેને બચાવી લીધા.

જમ્મુ-કાશ્મીરની તાવી નદી પર બની રહેલા પુલ નજીક બંને યુવકો માછીમારી કરવા માટે ગયા હતા. અચાનક પાણી વધી જતા ત્યાં જ ફસાયા.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં શુક્રવાર મોડી રાતથી પડી રહેલા વરસાદને કારણે તાવી નદીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સતત વરસાદને કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે તાવી અને ચિનાબ નદી બે કાંઠે વહી રહી છે. પૂરની વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને કોઈ પણ ડરી જાય. આ વીડિયોમાં જમ્મુ-કાશ્મીરમાં નિર્માણાધીન પુલ નીચે બે લોકોને બેઠેલા જોઈ શકાય છે. તેમની ચારેકોર તાવી નદીનું પાણી ફરી વળ્યું છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે તાવી નદી પર બની રહેલા પુલ પાસે બંને લોકો માછીમારી કરવા માટે ગયા હતા. બંને નિર્માણાધીન પુલ પાસે બેઠા હતા ત્યારે જ નદીનું સ્તર વધવા લાગ્યું હતું અને બંને નદીના પ્રવાહમાં ફસાયા હતા. આ અંગે જાણકારી મળતા જ સેનાએ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. હેલિકોપ્ટરની મદદથી એક જવાન કમર પર દોરડું બાંધીને નીચે ઉતર્યો હતો અને બંનેને બચાવી લીધા હતા.નોંધનીય છે કે બસંતર નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે રામગઢ સેક્ટરમાં અનેક જગ્યાએ નાના નાના ટાપુ બની ગયા છે. પૂરને કારણે આ વિસ્તારમાં બનાવવામાં આવેલી બીએસએફની છ ચોકી ઉપર પણ જોખમ ઉભું થયું છે. પૂરની સ્થિતિને જોતા સરહદ પર સ્થિત નર્સરી, કમોર ફોરવર્ડ, તનવર, વલ્લડ, બલ્લડ ફોરવર્ડ, ચજવાલ, એસપી-ટૂ વેગેરે ચોકીઓ પર તહેનાત જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ભારે વરસાદને કારણે માતા વૈષ્ણોદેવીના દર્શને જતા શ્રદ્ધાળુઓએ સ્ટેશન પર જ સમય પસાર કરવો પડ્યો હતો. યાત્રિઓનું કહેવું છે કે વરસાદ રોકાતા જ તેઓ માતાના દર્શન માટે નીકળશે.
First published: August 19, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading