નવી દિલ્હી : દિલ્હીની (delhi)નજીક આવેલા ગ્રેટર નોઇડાના (greater noida)દનકૌરમાં બે બહેનોએ લગ્ન (lesbian sisters)કરી લીધા હોવાની ઘટના સામે આવી છે. જે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. દનકૌર પોલીસ સ્ટેશન ક્ષેત્રના એક ગામની યુવતી 20 એપ્રિલે અચાનક ગાયબ થઇ ગઈ હતી. પરિવારજનો યુવતીને ઘણા દિવસો શોધતા રહ્યા પણ યુવતી મળી આવી ન હતી. આ પછી પોલીસ સ્ટેશમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. દિલ્હીના આંબેડકર નગરથી પણ તે જ દિવસે અન્ય એક યુવતી ગુમ થઇ હતી. આંબેડકર નગર પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો હતો. બન્ને ગુમ થયેલી યુવતીઓ વચ્ચે પારિવારિક સંબંધો હતા. બન્ને વચ્ચે બહેનનો સંબંધ છે.
પોલીસ પાસે મળેલી જાણકારી પ્રમાણે દિલ્હીના આંબેડકર નગરથી ગુમ થયેલી યુવતી દનકૌરના એક ગામથી ગુમ થયેલી યુવતીના મામાની પુત્રી છે. બન્ને યુવતીઓએ દિલ્હીમાં એક મંદિરમાં લગ્ન કરી લીધા છે. દિલ્હી પોલીસ અને દનકૌર પોલીસ ઘણા દિવસોથી ગુમ બન્ને યુવતીઓની શોધ શરુ કરી હતી.
લગ્ન પછી બન્ને યુવતીઓ દિલ્હીમાં એક ભાડાના મકાનમાં રહે છે. તપાસ દરમિયાન દનકૌર પોલીસને યુવતીની ભાળ મળી હતી. દનકૌરથી ગુમ થયેલી યુવતી દૂલ્હનની વેશભુષામાં હતી અને તેની સાથે રહેલી બીજી યુવતી વરરાજાના રૂપમાં મળી આવી હતી. બન્નેએ પોલીસને જણાવ્યું કે તેમણે સ્વેચ્છાથી એકબીજા સાથે લગ્ન કરી લીધા છે અને તે એકબીજા સાથે જ રહેવા માંગે છે.
આ પછી પોલીસે બન્ને યુવતીના પરિવારજનોને સૂચના આપી હતી. પરિવારના સભ્યો તેમને સમજાવતા રહ્યા પણ તે પોતાના નિર્ણય પર અડગ રહી હતી. યુવતીઓના આ પ્રસંગને કારણે બન્ને પરિવારજનો પણ એકબીજા સાથે ઝઘડો કરતા જોવા મળ્યા હતા. બન્ને યુવતીઓએ સ્પષ્ટ કહ્યું કે તે વયસ્ક છે અને એકબીજા સાથે રહેવા માંગે છે. બન્ને યુવતીઓને તેમની સુરક્ષાના કારણે પોલીસે એક સંબંધી સાથે તેમને તેમની મરજીના સ્થાને મોકલી દીધા છે.
ગ્રેટર નોઇડા એડિશનલ ડીસીપી વિશાલ પાંડેએ જણાવ્યું કે બન્ને યુવતીઓ સમલૈંગિક છે તેમણે લગ્ન કરી લીધા છે. બન્ને વયસ્ક છે અને પોતાની મરજીથી એકબીજા સાથે રહેવા માંગે છે. તેમને પરિચિત સંબંધી સાથે સુરક્ષિત સ્થાને મોકલી દીધી છે. બન્ને યુવતીઓમાં પારિવારિક સંબંધ છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર