મુંબઈના તારાપુર MIDC વિસ્તારમાં કેમિકલ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, બેનાં મોત

મુંબઈના તારાપુર MIDC વિસ્તારમાં કેમિકલ કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ, બેનાં મોત
પ્રતિકાત્મક તસવીર

કેમિકલ કંપનીમાં થયેલા પ્રંચડ બ્લાસ્ટનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો, બે મજૂરોનાં મોત નિપજ્યા.

 • Share this:
  મુંબઈ : મુંબઈ સાથે જોડાયેલા પાલઘર જિલ્લા (Palghar District)ના તારાપુરમાં એમઆઈડીસી (MIDC) વિસ્તારમાં એક કેમિકલ કંપની (Blast in Chemical Company)માં વિસ્ફોટ થયો છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે ધડાકાને કારણે બે મજૂરો (Labour)ના મોત થયા છે. વિસ્ફોટ કેટલો પ્રંચડ હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વિસ્ફોટનો અવાજ પાંચ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની સૂચના મળતા જ ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે મુંબઈ સાથે જોડાયેલા પાલઘર જિલ્લાના તારાપુર એમઆઈડીસી વિસ્તારમાં ગેલેક્સી સરફેક્ટન્ટ નામની કંપની આવેલી છે. લૉકડાઉનને કારણે કંપની બંધ છે પરંતુ મજૂરો અંદર જ રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે બપોરે અચાનક કંપનીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ પાંચ કિલોમીટર સુધી સંભળાયો હતો. આ વિસ્ફોટમાં બે મજૂરોનાં મોત થયા છે. હાલ કેટલા મજૂરો અંદર ફસાયેલા છે તેની માહિતી મળી શકી નથી.  આ પણ વાંચો : લૉકડાઉનના બીજા ચરણમાં કેટલીક છૂટની શક્યતા, સરકારનો આ છે પ્લાન

  નોંધનીય છે કે દેશમાં લૉકડાઉનને કારણે જીવન જરૂરી વસ્તુઓનું ઉત્પાદન ન કરતી હોય તેવી તમામ કંપનીઓને બંધ રાખવાનો આદેશ કરાયો છે. હવે પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે કે કંપનીમાં બ્લાસ્ટ કયા કારણે થયો હતો. ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

   
  Published by:News18 Gujarati
  First published:April 13, 2020, 15:59 pm

  ટૉપ ન્યૂઝ