Home /News /national-international /લખીમપુર ખીરી: વરસાદના કારણે ભેજવાળી દિવાલ બાળકો માથે પડી, બેના મોત, 3 ઘાયલ

લખીમપુર ખીરી: વરસાદના કારણે ભેજવાળી દિવાલ બાળકો માથે પડી, બેના મોત, 3 ઘાયલ

લખીમપુર ખીરીમાં કાચી દિવાલ ઘરાશાયી થઈ

Lakhimpur Kheri News: લખીમપુર ખીરીના એક ગામમાં કાચી દિવાલ પીડી જતાં તેના કાટમાળમાં બે બાળકોના મોત થયા છે, જ્યારે 3 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

     લખીમપુર: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કાચી દિવાલ પડી જવાથી નજીકમાં રમી રહેલા 5 બાળકો કાટમાળમાં દબાઈ ગયા હતા, જેમાંથી બે બાળકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા છે. જ્યારે ત્રણ બાળકો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. આ સમગ્ર ઘટના સદર કોતવાલી ક્ષેત્રની છે.

    આ મામલો લખીમપુર ખીરીના સદર કોતવાલી ક્ષેત્રના એક ગામની છે. જ્યાં પર રામ લોટના ઘરની બહાર અમુક બાળકો રમી રહ્યા હતા. છેલ્લા 2 દિવસથી જોરદાર વરસાદ થવાના કારણે દિવાલ જે ભીની થઈ ગઈ હતી, તેની ચપેટમાં 5 બાળકો આવી ગયા હતા. દિવાલની નીચેથી જ્યાં સુધીમાં બાળકોને બહાર કાઢવામાં આવતા ત્યાં સુધીમાં 8 વર્ષિય સોનૂ અને 7 વર્ષિય રોશનનું મોત થઈ ચુક્યું હતું. ત્રણ બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બાજૂ મૃતકના પરિવારમાં માતમ છવાયો હતો.

    આ પણ વાંચો: લખીમપુર ખીરી હત્યાકાંડઃ 24 કલાક બાદ બંને બહેનોના અંતિમસંસ્કાર કર્યા, આશ્વાસન બાદ પરિવારજનો માન્યાં

    3 બાળકોની સારવાર ચાલી રહી છે


    દિવાલ પડવાની સૂચના મળતા પોલીસના ટોપ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસ અધિકારી સંજીવ સુમાને જણાવ્યું કે, રામ લોટનના ઘરની બહાર અમુક બાળકો રમી રહ્યા હતા. સવારે આ દિવાલ અચાનક પડી જવાથી નીચે 5 બાળકો દબાઈ ગયા હતા. જ્યાં સુધી આ દિવાલના કાટમાળમાંથી તેમને બહાર કાઢવામાં આવે ત્યાં સુધીમાં બે બાળકોના મોત થઈ ચુક્યા હતા. 3 બાળકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેમની હાલત ઠીક હોવાનું કહેવાય છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Crime news, Lakhimpur Kheri, Uttar prades

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन