Home /News /national-international /જમ્મુ-કાશ્મીરના શોપિયામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઠાર

ફાઇલ તસવીર

બંને તરફથી કલાકો સુધી અથડામણ ચાલ્યા બાદ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. શોપિયાના મિમેન્દર ગામમાં બુધવારે વહેલી સવારે થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. આ બંને આતંકીએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હોવાનું સામે આવ્યું છે.

હાલ આ વિસ્તારમાં સુરક્ષાદળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. બંને તરફથી કલાકો સુધી અથડામણ ચાલ્યા બાદ સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા.

નોંધનીય છે કે 14મી ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ આતંકીઓ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના અનેક ટોચના કમાન્ડરને ઠાર કરવા ઉપરાંત મંગળવારે વહેલી સવારે ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદનું સૌથી મોટું આતંકી તાલિમ મથક ઉડાવી દીધું હતું.

ભારતીય વાયુસેનાના હુમલા બાદ રઘવાયા થયેલા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં આશરે સાતથી આઠ જગ્યા પર સતત મોર્ટારનો મારો ચલાવ્યો હતો. ભારતીય સેના પણ વળતો જવાબ આપી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની ચોકીઓને મોટું નુકસાન થયું છે. વાયુસેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેના તરફથી અનેક વખત યુદ્ધ વિરામ ભંગનું ઉલ્લંખન કરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Air Strike, Balakot, Jammu and kashmir, LoC, Shopian, Surgical strike, આતંકી, કેન્દ્ર સરકાર, ભારત-પાકિસ્તાન, ભારતીય વાયુસેના

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો