America: મહિલા જેલમાં બંધ બે કેદી થઇ પ્રેગ્નેન્ટ, ટ્રાંસજેન્ડર પર લાગ્યો આરોપ
આ ઘટના અમેરિકાના ન્યૂ જર્સીની છે. (Image for representation: Reuters)
આ જેલોના વાતાવરણથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું કે મનોરંજન દરમિયાન કેદીઓના રૂમ ખુલ્લા હોય છે. આ દરમિયાન એક કેદી ગુપ્ત રીતે અન્ય કેદીઓના રૂમમાં પહોંચે છે અથવા તેઓ બાથરૂમમાં જઈને સંબંધ બાંધે છે.
એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે, જેમાં સજા ભોગવી રહેલ બે કેદી (prisoner)ઓ સાથે એક ઘટના ઘટી છે. એક ટ્રાંસજેન્ડર કેદીએ બે મહિલા કેદીઓને પ્રેગ્નેન્ટ (Female prisoner pregnant) કરી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ તે કેદીને મહિલાઓની જેલ (Jail)માંથી કાઢીને પુરુષોની જેલમાં શિફ્ટ કરી દેવામાં આવી છે.
આ બાદ પણ ટ્રાન્સજેન્ડર કેદી (transgender criminals)એ નવી જેલમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. આ ઘટના અમેરિકાના ન્યૂ જર્સીની છે. જેલમાં ટ્રાન્સજેન્ડર ડેમી માઇનર નામની આ કેદી 30 વર્ષની સજા ભોગવી રહી છે, જેના પર આરોપ છે કે તેણે પોતાના સાવકા પિતાની ચાકુ મારીને હત્યા કરી હતી.
આ કેદીને એડના મહાન કરેક્શન્લ ફેસિલિટીથી હટાવીને સ્ટેટ યૂથ કરેક્શન્લ ફેસિલિટિમાં શિફ્ટ કરી દીધી છે.
27 વર્ષની ડેમીને દાવો કર્યો છે કે, ટ્રાન્સફર થતા સમયે ગાર્ડેસે તેને ગાળો આપી હતી. જસ્ટિસ 4 ડેમી બ્લોગ પોસ્ટમાં ડેમીએ દાવો કર્યો છે કે, જ્યારે તેમણે પોતાની તપાસ કરવા માટે એક મહિલાની માંગ કરી ત્યારે તેમની મજાક ઉડાવવામાં આવી હતી. એક અલગ પોસ્ટમાં તેમણે દાવો પણ કર્યો કે, ટ્રાન્સફર કરતા સમયે તેમની સાથે મારપીટ પણ કરવામાં આવી હતી.
ડેઈલી મેઈલ સાથેની વાતચીતમાં આ જેલોના વાતાવરણથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું કે મનોરંજન દરમિયાન કેદીઓના રૂમ ખુલ્લા હોય છે. આ દરમિયાન એક કેદી ગુપ્ત રીતે અન્ય કેદીઓના રૂમમાં પહોંચે છે અથવા તેઓ બાથરૂમમાં જઈને સંબંધ બાંધે છે.
તમને જણાવી દઈએ કે 16 વર્ષની ઉંમરમાં ડેમીએ થિયોટિસ બટ્સની હત્યા કરી હતી. બટ્સ ડેમીના સાવકા પિતા હતા. એક રિપોર્ટ અનુસાર ડેમી બાદમાં તેનાથી અલગ રહેવા લાગી હતી. પછી એક દિવસ બટ્સ પર છરી વડે વારંવાર હુમલો કર્યા પછી ડેમીએ તેને મારી નાખ્યો અને ન્યૂયોર્ક ભાગી ગયો હતો. જોકે અહીં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
ડેમી કારજેકીંગ માટે પણ દોષી સાબિત થઈ હતી. પછી એક દંપતી જેનું નવજાત બાળક તેમની કારમાં હતું તેની પાસે ગઈ. તેણે મહિલાના ચહેરા પર ગન પોઈન્ટ મુક્યું. આ પછી દંપતીએ તેમના બાળકને કારમાંથી બહાર કાઢ્યું અને ડેમી કાર લઈને ભાગી ગઈ હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર