Home /News /national-international /

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં દુર્ઘટના, એરફોર્સના બે જવાનોએ ગુમાવ્યા જીવ

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં દુર્ઘટના, એરફોર્સના બે જવાનોએ ગુમાવ્યા જીવ

પ્રતીકાત્મક તસવીર

દક્ષિણ કાશ્મીરના અવંતીપોરમાં ભારતીય વાયુસેનાના કર્મીઓને લઈ જઈ રહેલું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું

    દક્ષિણ કાશ્મીરના અવંતીપોરમાં ભારતીય વાયુસેનાના કર્મીઓને લઈ જઈ રહેલું એક વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં વાયુસેનાના બે જવાનોએ જીવ ગુમાવ્યા છે.

    દુર્ઘટનાનો ભોગ બનેલાઓમાં સ્ક્વૉડ્રન લિડર રાકેશ પાંડેય અને કૉર્પરલ અજય કુમારનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં એક અધિકારી અને એરમેન પણ ઘાયલ થયા છે જેમની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

    મળતી માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરના અવંતીપોરાથી ગુરવાર સવારે ભારતીય વાયુસેનાના બે જવાન એક ગાડીથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ગાડીનો અકસ્માત થઈ ગયો અને બંને જવાનોના મોત થયા.

    દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક પોલીસ અને વાયુસેનાના અધિકારી પહોંચી ગયા એન તેઓએ મૃતદેહોને કબજામાં લીધા. વાયુસેનાના અધિકારી દુર્ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી એ વાતની જાણકારી નથી મળી કે આ દુર્ઘટના કેવી રીતે થઈ.

    આ પણ વાંચો, છત્તીસગઢમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટરમાં BSFના 4 જવાન શહીદ, બે ઘાયલ

    ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા આતંકવાદીઓના સફાયા માટે ઓપરેશન ઓલઆઉટ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનના ડરથી અનેક આતંકી સંગઠન ભેગા થતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ, એક સાથે ખતરનાક હુમલાને અંજામ આપવાની પણ ફિરાકમાં રહે છે.

    પુલવામા હુમલા બાદ ભારતીય સેનાએ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન વધુ સઘન કરી દીધું છે. સુરક્ષા દળો આતંકવાદનો સફાયો બોલાવવા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રહ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Awanipora, IAF, Indian Air Force, Jammu and kashmir, અકસ્માત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन