પટણા શેલ્ટર હોમમાં બે યુવતીના મોતઃ બે દિ' પછી કેમ હોસ્પિટલમાં લાવવામાં આવી ?

News18 Gujarati
Updated: August 12, 2018, 5:50 PM IST
પટણા શેલ્ટર હોમમાં બે યુવતીના મોતઃ બે દિ' પછી કેમ હોસ્પિટલમાં લાવવામાં આવી ?
પટના શેલ્ટર હોમમાં બે યુવતીઓનું મોત થયાના કેસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

પટણા શેલ્ટર હોમમાં બે યુવતીઓનું મોત થયાના કેસમાં હોસ્પિટલ સ્ટાફે દાવો કર્યો છે કે જે સમયે યુવતીઓને સારવાર માટે લાવવામાં આવી હતી, એ પહેલા જ બંનેનાના મોત થઇ ચૂક્યા હતા.

  • Share this:
રાજધાની પટણા શેલ્ટર હોમમાં બે યુવતીઓનું મોત થયાના કેસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ સ્ટાફે દાવો કર્યો છે કે જે સમયે યુવતીઓને સારવાર માટે લાવવામાં આવી હતી, એ પહેલા જ બંનેનાના મોત થઇ ચૂક્યા હતા. યુવતીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી.

આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે, જેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ બંને આરોપીઓની પટણા જિલ્લાધિકારી કુમાર રવિ અને એસએસપી મનુ મહારાજ પુછપરછ કરી રહ્યાં છે.

શેલ્ટર હોમમાં બે યુવતીઓના મોતના મામલે ન્યૂઝ 18ને જે જાણકારી મળી છે તે પ્રમાણે 10 ઓગસ્ટની રાતે જ બંને યુવતીના મોત થઇ ગયા હતા. એક યુવતીનું મોત સાડા નવ વાગ્યે જ્યારે બીજીનું મોત 9:35 વાગ્યે થયું હતું. બંનેનું મોત થયા બાદ શેલ્ટર હોમની સ્ટાફ બેબી કુમારી સિંહ હોસ્પિટલ લઇ ગઇ હતી.

શેલ્ટર હોમમાં થયેલી બંને યુવતીઓના મોત બાદ સમાજ કલ્યાણ વિભાગની ટીમ પણ આસરા આવી પહોંચી હતી અને હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. વિભાગના અધિકારી અનેક દિશામાં તપાસ કરી રહી છે.

હોસ્પિટલના અધિક્ષક ડો. રાજીવ રંજને ન્યૂઝ 18ને યુવતીઓના મોત હોસ્પિટલ લાવ્યા પહેલા થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલના દાવા બાદ માનવામાં આવી રહ્યું છે કે બંને યુવતીઓના મોત શેલ્ટર હોમમાં જ થયા હતા અને મામલાને દબાવવાના પ્રયાસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

મુજફ્ફરપુર બાલિકા ગૃહ રેપકાંડની ઘટના બાદ બિહારના શેલ્ટર હોમ્સમાં પણ બેદરકારીના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. આ બધા વચ્ચે રાજધાની પટણાના રાજીવનગર વિસ્તારના આ શેલ્ટર હોમમાં પણ અનેક ખામીઓ સામે આવી હતી. બે દિવસ પહેલા શુક્રવારે અહીં યુવતીઓએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓને ઝડપી લેવામાં આવી હતી.
First published: August 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading