Home /News /national-international /સોશિયલ મીડિયામાં લાઇક વધારવા ચાલતી ટ્રેન સામે સેલ્ફી લઇ રહ્યા હતા બે મિત્રો, ટક્કરથી બન્નેના મોત

સોશિયલ મીડિયામાં લાઇક વધારવા ચાલતી ટ્રેન સામે સેલ્ફી લઇ રહ્યા હતા બે મિત્રો, ટક્કરથી બન્નેના મોત

બે મિત્રો ચાલતી ટ્રેન (train)આગળ સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જે દરમિયાન ટ્રેનની ચપેટમાં આવી ગયા

Accident news-સોશિયલ મીડિયા (Social media)પર યૂનિક સેલ્ફી પાડવાનો શોખે બે યુવકોના જીવ લીધા

રુદ્રપુર : સોશિયલ મીડિયા (Social media)પર યૂનિક સેલ્ફી (Selfie)પાડવાનો શોખે બે લોકોના જીવ લીધા છે. આ ઘટના ઉત્તરાખંડના (uttarakhand)રુદ્રપુરમાં (Rudrapur)બની છે. અહીં બે મિત્રો ચાલતી ટ્રેન (train)આગળ સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો. જે દરમિયાન ટ્રેનની ચપેટમાં આવી ગયા હતા. જેમાં બન્નેના ઘટનાસ્થળે મોત થયા હતા. પોલીસે પોસ્ટમોર્ટમ પછી બન્નેની લાશ પરિવારજનોને સોંપી દીધી છે. બન્નેની ઓળખ લોકેશ લોહની (35 વર્ષ) અને મનીષ કુમાર (25) ના રૂપમાં થઇ છે.

રુદ્રપુરના શાંતિ કોલોની પાસે દેહરાદૂનથી કાઠગોદામ જઈ રહેલી ટ્રેનની ચપેટમાં આવીને લોકેશ અને મનીષના મોત થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે ચાલતી ટ્રેન સામે ઉભા રહીને સેલ્ફી લઇ રહ્યા હતા. ટ્રેનની સ્પીડનો અંદાજ લગાવી શક્યા ન હતા અને આ ઘટના બની હતી. ટ્રેનની ટક્કર લાગ્યા પછી લોકેશ અને મનીષ દૂર ફેંકાયા હતા. આ ઘટના પછી મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઇ હતી.

આ પણ વાંચો - ભારતનું એવું ગામ જ્યાં પોલીસની એન્ટ્રી પર છે પ્રતિબંધ, ઘરેથી ભાગેલા પ્રેમી યુગલ માટે પરફેક્ટ સ્થળ

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કોન્સ્ટેબલે લક્ષ્મીએ મૃતકોમાં એકની ઓળખ પોતાના ભાઈ લોકેશ લોહનીના રૂપમાં થઇ હતી. લોકેશ અલ્મોડાના એડમ સ્કૂલ પાસે શાંતિ વિહાર કોલોનીમાં રહેતો હતો. જ્યારે મનીષ કુમાર આલી જલ નિગમ કોલોનીમાં રહે છે.

સેલ્ફી લઇ રહ્યા યુવકો

રુદ્રપુર સિટીના સીઓ અમિત કુમારે જણાવ્યું કે લોકેશ અને મનીષ મિત્રો હતા. પોલીસને આપેલા નિવેદનમાં પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ બન્ને મિત્રો રેલવેના પાટાના કિનારે ચાલતી ટ્રેન સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન સાથે ટકરાયા હતા. જેમાં બન્નેના ઘટનાસ્થળે મોત થયા હતા. બતાવવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે બન્ને નશામાં હતા. આ બન્ને યુવકો આવી સેલ્ફી સોશિયલ મીડિયામાં લાઇક અને કોમેન્ટ માટે પોસ્ટ કરતા હતા.

આ પણ વાંચો - OMG! કપડાંની જેમ પતિ બદલે છે મહિલા , 11 વખત કર્યા છે લગ્ન, હજુ પણ છે વરરાજાની શોધમાં

લગ્નના બે દિવસ પછી યુવકે કરી આત્મહત્યા

મધ્ય પ્રદેશના (madhya pradesh)દેવાસમાં એક પરિવાર હજુ પૂરી રીતે નવી દૂલ્હનનું સ્વાગત પણ કરી શક્યો ન હતો તે દરમિયાન તેની જિંદગી વેરાન બની ગઈ છે. લગ્નના 2 દિવસ પછી જ પતિએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા (suicide)કરી લીધી હતી. તેની લાશ રૂમમાં લટકતી હાલતમાં જોવા મળી હતી. આત્મહત્યાનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે લાશને કબજામાં લઇ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસને પત્નીને જણાવ્યું કે જતા પહેલા તે તેને રૂમમાં બંધ કરીને ગયા હતા.
First published:

Tags: Accident News, Social media, અકસ્માત, ઉત્તરાખંડ