દાવોસ સમિટમાં દુનિયાના લીડર્સને યોગ શીખવશે રામદેવના શિષ્યો

આચાર્ય સ્મિત અને આચાર્ય ભારદ્વાજ

પાંચ દિવસ ચાલનાર દાવોસ સમિટમાં આ વખતે દરરોજ સવાર અને સાંજે દુનિયાના લીડર્સને યોગ શીખવવામાં આવશે.

 • Share this:
  દાવોસઃ સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકની શરૂઆત થઈ ગઈ છે. પીએમ મોદી મંગળવારે સાંજે 3.45 વાગ્યે(ભારતીય સમય પ્રમાણે) આ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ઓપનિંગ સ્પીચ પણ આપશે. સમિટમાં પ્રથમ વખત યોગ મંત્ર અને ભારતના સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ પણ મળશે.

  પાંચ દિવસ ચાલનાર દાવોસ સમિટમાં આ વખતે દરરોજ સવાર અને સાંજે દુનિયાના લીડર્સને યોગ શીખવવામાં આવશે. આ માટે પીએમ મોદીના ડેલિગેશન સાથે પતંજલી યોગ પીઠના બે આચાર્ય પણ દાવોસ ગયા છે. આચાર્ય સ્મિત અને આચાર્ય ભારદ્વાજ દાવોસ સમિટમાં હાજર રાષ્ટ્રધ્યક્ષો, દુનિયાની ટોચની કંપનીના સીઈઓને યોગ શીખવશે.

  આચાર્ય સ્મિત અને આચાર્ય ભારદ્વાજે દાવોસ સમિટમાં યોગાભ્યાસને લઈને ખુશી વ્યક્ત કરી છે. તેમણે મોદીનો આભાર માનતા કહ્યું કે, પીએમને કારણે તેમને આતંરરાષ્ટ્રીય સ્તરે યોગ શીખવવાનો મોકો મળ્યો છે.

  યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું હતું કે, 'આવું પ્રથમ વખત છે જ્યારે WEF સમિટમાં યોગાભ્યાસ કરવામાં આવશે. અમારા બે આચાર્ય દાવોસ પહોંચી ગયા છે. બંને આચાર્ય સવાર અને સાંજે યોગ શીખવશે.'

  બંને આચાર્યએ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પાસેથી યોગનું શીક્ષણ મેળવ્યું છે. દાવોસ રવાના થતા પહેલા બંનેએ યોગગુરુ બાબા રામદેવના આશીર્વાદ પણ લીધા હતા.

  Published by:Vinod Zankhaliya
  First published: