Covid-19: પશ્ચિમ બંગાળમાં 31મી ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ લૉકડાઉન, બકરી ઇદના દિવસે કોઈ પ્રતિબંધ નહીં

News18 Gujarati
Updated: July 28, 2020, 6:16 PM IST
Covid-19: પશ્ચિમ બંગાળમાં 31મી ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ લૉકડાઉન, બકરી ઇદના દિવસે કોઈ પ્રતિબંધ નહીં
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (ફાઇલ તસવીર)

બંગાળમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 60 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે 1,400થી વધારે લોકોનાં મોત થયા છે.

  • Share this:
કોલકાતા : પશ્ચિમ બંગાળ (West Bengal)માં સતત વધી રહેલા કોરોના વાયરસ (Coronavirus)ના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee)ની તૃણમૂલ કૉંગ્રેસની સરકારે રાજ્યમાં બે દિવસ લૉકડાઉનને 31મી ઓગસ્ટ સુધી વધારી દીધું છે. બંગાળમાં અઠવાડિયામાં બે દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. આ લૉકડાઉન 31મી ઓગસ્ટ, 2020 સુધી રહેશે. જ્યારે ઓગસ્ટ મહિનામાં જ આવી રહેલા બકરી ઇદ (Bakr Eid)ના તહેવારને ધ્યાનમાં રાખીને મમતાએ આદેશ આપ્યો છે કે આ દિવસે રાજ્યમાં કોઈ પ્રતિબંધ નહીં લાગે.

મમતા બેનરજીએ મંગળવારે કહ્યુ કે અમે બાકી રહેલા જુલાઇ મહિનામાં અને આખા ઓગસ્ટ મહિનામાં રવિવારે સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનું નક્કી કર્યું છે. મમતાએ કહ્યું કે આ ઉપરાંત અઠવાડિયામાં એક દિવસનું વધુ લૉકડાઉન લગાવવામાં આવશે. આ અંગે મમતા બેનરજીએ કહ્યુ કે કાલે એટલે કે 29મી જુલાઇ ઉપરાંત 2, 5, 8-9, 16-17, 23-24 અને 31 ઓગસ્ટના રોજ સંપૂર્ણ લૉકડાઉન રહેશે. નોંધનીય છે કે બંગાળમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 60 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે 1,400થી વધારે લોકોનાં મોત થયા છે.

બંગાળમાં પોઝિટિવ કેસ 60 હજારને પાર

સ્વાસ્થ્ય વિભાગના અંતિમ અપડેટ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 2,112 નવા કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે 2,166 લોકોને ગત 24 કલાકમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભાષણમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 60,830 થયા છે. આ ઉપરાંત 39 દર્દીઓનાં મોત થયા છે, તેની સાથે કુલ મોતનો આંકડો 1,411 થયો છે.

આ પણ વાંચો : ભારતમાં કોરોનાના કહેરથી 33 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, 24 કલાકમાં 47,704 નવા કેસ

મમતાએ પીએમ મોદીનો આભાર માન્યોપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે સહકાર આપવા માટે સોમવારે પીએમ મોદીનો આભાર માન્યો છે. સાથે સાથે એવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે "બંધારણીય પદો પર બેઠેલા" અમુક લોકો રાજ્ય સરકારોને સતત પરેશાન કરી રહ્યા છે.

નીચે વીડિયોમાં જુઓ આજના મહત્ત્વના સમાચાર

નોંધનીય છે કે પીએમ મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળના કોલકાતા, મહારાષ્ટ્રના મુંબઈ અને ઉત્તર પ્રદેશના નોઇડા ખાતે કોવિડ 19ની તપાસ માટે ત્રણ અદ્યતન લેબનું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં મમતા બેનરજી ઓનલાઇન જોડાયા હતા. આ દરમિયાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ચૂંટાયેલી સંસ્થા છે અને બંનેએ સાથે મળીને કામ કરવું જોઇએ.
Published by: Vinod Zankhaliya
First published: July 28, 2020, 6:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading