Home /News /national-international /

પુલવામા હુમલાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદે આપી હતી વૉર્નિંગ

પુલવામા હુમલાના બે દિવસ પહેલાં જૈશ-એ-મોહમ્મદે આપી હતી વૉર્નિંગ

વીડિયોના અંતે ધમકીના સ્વરમાં કાશ્મીરનું નામ લેતા કહેવામાં આવે છે કે 'ઇન્શાઅલ્લાહ કાશ્મીરમાં પણ આવું જ થશે.'

પુલવામાં હુમલામાં સરુક્ષાની સૌથી મોટી ચુક સામે આવી છે. જમ્મુ એન્ડ કાશ્મીર પોલિસના મતે ટ્વીટર પર હુમલાના બે દિવસ અગાઉ ટ્વીટર પર ધમકી ભર્યો વીડિયો રિલીઝ થયો હતો.

    ન્યૂઝ 18 ગુજરાતી: આતંકવાદી સંગઠન જૈશ-એ- મોહમ્મદ પુલવામા હુમલાની તૈયારી એક વર્ષ અગાઉથી કરી રહ્યુ હતું. જૈશ-એ-મોહમ્મદે એક પ્રાઇવેટ ટ્વીટર એકાઉન્ટ પરથી હુમલાના બે દિવસ અગાઉ વીડિયો રિલીઝ કર્યો હતો. આ વીડિયોમાં આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી હતી, જેમાં સુરક્ષા દળો પર હુમલાની ધમકી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પુલવામાં હુમલા બાદ ઇન્ટેલિજન્સ એજન્સીઓ પર સવાલો ઉઠી રહ્યાં છે. આ હુમલામાં સીઆરપીએફના 37 જવાન શહીદ થયા છે.

    આ પણ વાંચો: પુલવામા આતંકી હુમલા બાદ સુરક્ષા મામલાની સમિતિની અગત્યની બેઠક શરૂ

    પ્રાઇવેટ એકાઉન્ટ
    જે ટ્વીટર એકાઉન્ટ પરથી આ વીડિયો રિલીઝ થયો હતો, એનો અર્થ એ છે કે આ એકાઉન્ટને સામાન્ય લોકો જોઈ શકે નહીં. જમ્મુ એન્ડ કાશ્મીર પોલીસના મતે આ વીડિયો 33 સેકન્ડનો છે. વીડિયોમાં સોમાલિયાનું એક આતંકવાદી ગ્રુપ તદ્દન આવી જ રીતે હુમલો કરતું જોવા મળે છે, જેવું પુલવામાં થયું હતું. આ ટ્વીટર હેન્ડલનું નામ છે, '313_get' જેના અંતમાં ધમકીના સ્વરમાં કાશ્મીરનું નામ લેતા કહેવામાં આવે છે કે 'ઇન્શાઅલ્લાહ કાશ્મીરમાં પણ આવું જ થશે.'

    સરકારી રેકોર્ડમાં 'શહીદ' નથી ગણાતાં CRPF અને BSFનાં જવાન

    વીડિયોનું લોકેશન શોધવું મુશ્કેલ
    આ વીડિયો એક વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કના માધ્યમથી અપલૉડ કરવામાં આવ્યો છે, જેથી વીડિયોનું લોકેશન શોધવું મુશ્કેલ છે. અધિકારીઓના મતે જમ્મુ-કાશ્મીર પોલીસ આ જ પ્રકારનો એક ડમી વીડિયો તૈયાર કરશે જેથી હુમલાનું પ્લાનિંગ કેવી રીતે થયું તે જાણી શકાય

    જૈશ-એ-મોહમ્મદે આપી હતી ભારતને હચમચાવી દેવાની ચીમકી, ગુજરાતનો પણ ઉલ્લેખ
    Published by:Jay Mishra
    First published:

    Tags: CRPF, Jaish e mohmmad, Kashmir Terror Attack, Masood-azhar, Mobile internet service, Pulawama Terror Attack, પાકિસ્તાન, પુલવામા એટેક

    આગામી સમાચાર