સલામઃ પત્ની અને બે દીકરીઓ કોરોના પોઝિટિવ, છતાં બીજાઓની જિંદગી બચાવવા દોડી રહ્યા છે આ અધિકારી

કોરોનાથી પરિજનોના મોત બાદ પણ સ્વજનોને છોડીને સમગ્ર જિલ્લાની જનતાને બચાવવા માટે રાત-દિવસ અથાગ મહેનત કરી રહ્યા છે આ અધિકારી

કોરોનાથી પરિજનોના મોત બાદ પણ સ્વજનોને છોડીને સમગ્ર જિલ્લાની જનતાને બચાવવા માટે રાત-દિવસ અથાગ મહેનત કરી રહ્યા છે આ અધિકારી

  • Share this:
    અશ્વિનકુમાર મિશ્ર, ઝાંસી. એક તરફ જ્યાં વૈશ્વિક મહામારી (Corona Pandemic)થી પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો તમામ પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ, ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ઝાંસી (Jhansi)માં એક વ્યક્તિ એવી પણ છે, જેમની બે માસૂમ દીકરીઓ અને પત્ની કોરોના પોઝિટિવ (Corona Positive) છે, કેમ્પ કાર્યાલયમાં કામ કરનારા બે કર્મચારીઓના પરિજનોની કોરોનાથી અકાળે મોત બાદ પણ સ્વજનોને છોડીને સમગ્ર જિલ્લાની જનતાને બચાવવા માટે રાત-દિવસ સતત અથાગ મહેનત અને પ્રયાસો કરી રહ્યા છે.

    ઝાંસીની મેડિકલ કોલેજના સુપર સ્પેશલિસ્ટ બિલ્ડિંગમાં બનાવવામાં આવેલા એલ-3 વોર્ડમાં દાખલ દર્દીઓની હાલચાલ જાણનારી આ વ્યક્તિ મૂળે કોઈ ડૉક્ટર નથી પરંતુ જિલ્લાધિકારી આંદ્રા વામસી છે. ઝાંસી જિલ્લાધિકારીએ કોવિડ-19ના મહાઅટેકથી જિલ્લાની જનતાને બચાવવા માટે કોરોનાથી સંક્રમિત સમગ્ર પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ અથાગ મહેનત કરી રહ્યા છે. મંગળવાર મોડી સાંજે ડી.એમ.એ. મહારાની લક્ષ્મીબાઇ હૉસ્પિટલમાં બનેલા કોવિડ વોર્ડનું નિરીક્ષણ કરવા માટે પીપીઇ કિટ પહેરીને ચાલ્યા ગયા.

    આ પણ જુઓ, VIRAL: PPE કિટ પહેરીને વર-વધૂએ લીધા સાત ફેરા, તમે પણ જોઈ લો તસવીરો

    જિલ્લાધિકારી આંદ્રા વામસીએ દાખલ દર્દીઓ સાથે સારવારની વ્યવસ્થાથી લઈને ભોજનની વ્યવસ્થા વિશે જાણકારી મેળવી. આ દરમિયાન આંદ્રા વામસીએ કોવિડ વોર્ડના એલ-3માં સ્વચ્છતા અંગે ઝીણવટપૂર્વક તપાસ કરી.

    આ પણ વાંચો, કોરોના કાળમાં રોજા છોડીને માનવતાની સેવામાં લાગ્યા ફૈજુલ, જરૂરિયાતવાળા લોકો માટે બન્યા મસીહા

    બીજી તરફ. તેમણે મેડિકલ કોલેજ ઝાંસીમાં કોવિડ વોર્ડમાં દાખલ દર્દીઓના પરિજનો સાથે મેડિકલ સ્ટાફની મારપીટ નહીં કરવાની અપીલ કરી. આંદ્રા વામસીએ જણાવ્યું કે જિલ્લા હૉસ્પિટલથી 8 ડૉક્ટરોને એલ-3માં શિફ્ટ કરવામાં આવ્યા વે. મેડિકલ કોલેજમાં જિલ્લા પ્રશાસને ગંભીર દર્દીઓની સારી સારવાર માટે 15 વેન્ટિલેટરની પણ વ્યવસ્થાની સાથે તમામ અન્ય સંસાધન ઉપલબ્ધ કરાવ્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published: