Home /News /national-international /

વિદ્યાર્થિનીઓએ ભાઈ માટે બનાવી સ્માર્ટ રાખડી, દુર્ઘટના સર્જાતા બ્લડ ગ્રુપ અને લોકેશનનો મોકલશે મેસેજ

વિદ્યાર્થિનીઓએ ભાઈ માટે બનાવી સ્માર્ટ રાખડી, દુર્ઘટના સર્જાતા બ્લડ ગ્રુપ અને લોકેશનનો મોકલશે મેસેજ

પ્રતિકાત્મક તસવીર

ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ(ITM)ની કોમ્પ્યુટર સાયાન્સ એન્ડ એન્જીનિયરિંગની બે વિદ્યાર્થીનીઓએ ભાઈ માટે ખાસ સ્માર્ટ રાખડી બનાવી છે. જે એક્સિડન્ટ થવા પર બટન દબાવતા જ તરત પહેલાથી નોંધાયેલા બે નંબર પર બ્લડગ્રુપ અને લોકેશનનો સંદેશો આપે છે.

વધુ જુઓ ...
    આજે  ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે બહેનો પોતાના ભાઇ માટે રાખડીઓ ખરીદતી જોવા મળી રહી છે. ભાઈ-બહેનનો સંબંધ અતૂટ છે અને દર વર્ષે આવતો રક્ષાબંધનનો તહેવાર તેમાં મધુરતાનું કામ કરે છે. રક્ષાબંધન પર બહેનો ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ રક્ષાનું વચન આપે છે. બજારમાં રાખડીની અનેક વેરાયટીઓ હાજર છે, પરંતુ એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીઓએ એક એવી સ્માર્ટ રાખડી બનાવી છે, જે ભાઈના હાથની શોભા વધારવાની સાથે ભાઈની સુરક્ષા વધારવામાં પણ મદદ કરશે. આ રાખડી પર એક બટન આપવામાં આવ્યું છે. જો કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તે બટન દબાવતા જ જે નંબર ડાયલ કરવામાં આવશે, તે નંબર પર જોખમના એલર્ટની સાથે સાથે બ્લડ ગ્રુપ અને લોકેશનનો મેસેજ પણ મોકલવામાં આવશે.

    આજથી 75 વર્ષ પહેલા 11 ઓગસ્ટે જિન્ના બન્યા હતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, આવી હતી દેશની હાલત

    ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ (ITM)ની ગીડાની કમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરીંગની વિદ્યાર્થિની પૂજા યાદવ અને ફાર્મસીની વિદ્યાર્થિની વિજયા રાની ઓઝાએ આ સ્માર્ટ રાખડી બનાવી છે. આ સ્માર્ટ રાખડીનું નામ સ્માર્ટ મેડિકલ સેફ્ટી રાખવામાં આવ્યું છે.

    વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, આ રાખડી દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ સ્માર્ટ રાખડીમાં સુરક્ષાના અનેક ફીચર છે અને મુશ્કેલીના સમયમાં આ રાખડી મદદરૂપ સાબિત થશે. સંસ્થાનના નિદેશક ડો. એન. કે. સિંહે જણાવ્યું કે, ખૂબ જ જલ્દી આ રાખડી બજારમાં આવી જશે.

    દિલ્હીમાં 'માસ્ક યુગ' ફરી આવ્યો, નવા કોરોના વેરિઅન્ટ બાદ કેસ વધતા જાહેરસ્થળોએ માસ્ક ફરજીયાત

    બટન એક વાર દબાવવાનું રહેશે

    વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, આ રાખડીમાં રહેલ ડિવાઈસમાં પાંચ મોબાઈલ નંબર ડાયલ કરવામાં આવી શકે છે. પરિવારના લોકોના નંબરની સાથે સાથે ડોકટર અને એમ્બ્યુલન્સનો નંબર પણ એડ કરી શકો છો. જો કોઈ ખરાબ ઘટના સર્જાય તો એક વાર જ આ બટન દબાવવાનું રહેશે. GPSની મદદથી પરિવારજનોના મોબાઈલ પર જોખમનો મેસેજ પહોંચી જશે અને લોકેશન પણ પહોંચી જશે.

    રાખડી બનાવવામાં થયો રૂ. 900નો ખર્ચ

    આ સ્માર્ટ રાખડી બનાવવામાં રૂ .900નો ખર્ચ થયો છે. આ રાખડીમાં બ્લુટૂથ અને બેટરીના સાથે નેનો પાર્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો એક વાર આ રાખડી ચાર્જ કરવામાં આવે તો 12 કલાકનું બેક અપ આપે છે. ગાડી ચલાવવા દરમિયાન બ્લુટૂથ સાથે અટેચ કરી શકાય છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन