શરમજનક ઘટના! દર્શન કરીને ઘરે જતી દિવ્યાંગ મહિલાને ઉઠાવી જઈ બે ભાઈઓએ આચર્યું દુષ્કર્મ, પતિ ઉપર કુહાડી વડે કર્યો હુમલો
શરમજનક ઘટના! દર્શન કરીને ઘરે જતી દિવ્યાંગ મહિલાને ઉઠાવી જઈ બે ભાઈઓએ આચર્યું દુષ્કર્મ, પતિ ઉપર કુહાડી વડે કર્યો હુમલો
પ્રતિકાત્મક તસવીર
ધાર્મિક સ્થળેથી પરત ફરતી વખતે બે ભાઈઓએ તેને રસ્તામાં રોકીને તેની છેડતી કરવાનું શરું કર્યું હતું. જ્યારે મહિલાએ તેમનો વિરોધ કર્યો તો બંને ભાઈઓએ તેને ઉઠાવી જઈને શેરડીના ખેતરમાં લઈ ગયા હતા.
પીલીભીતઃ અત્યારે દુષ્કર્મી ઘટનાઓ રોજેરોજ બનતી રહે છે ત્યારે વધુ એક દુષ્કર્મની (Rape case) ઘટના બનવા પામી છે. ધાર્મિક સ્થળે દર્શન કરીને ઘરે પરત ફરી રહેલી દિવ્યાંગ મહિલાને બે ભાઈઓએ બળજરીથી શેરડીના ખેતરમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ કરવા ગયેલા પતિ ઉપર પિતા પુત્રએ કુહાડી વડે જીવલેણ હુમલો કર્યોહતો. કોર્ટના આદેશ બાદ પોલીસ બે ભાઈઓ (two brother) અને પિતા સામે ફરિયાદ (Police complaint) નોંધી હતી.
મળતી માહિતી પ્રમાણે આ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar pradesh) પીલીભીતની છે જ્યાં એક મહિલા ધાર્મિક સ્થળ ઉપર પ્રસાદ ચઢાવવા માટે ગઈ હતી. અને ત્યાંથી પરત ફરતી વખતે બે ભાઈઓએ તેને રસ્તામાં રોકીને તેની છેડતી કરવાનું શરું કર્યું હતું.
જ્યારે મહિલાએ તેમનો વિરોધ કર્યો તો બંને ભાઈઓએ તેને ઉઠાવી જઈને શેરડીના ખેતરમાં લઈ ગયા હતા. મહિલાએ પ્રતિકાર કર્યો પરંતુ બે ભાઈઓની તાકાતની આગળ મહિલા હારી ગઈ હતી. અને બંને નરાધમ ભાઈઓએ વારાફરથી દિવ્યાંગ મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને ફરિયાદ કરી છે તો જીવતી નહીં છોડવાની ધમકી આપી ત્યાંથી ફરાર થયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એકદમ ડરી ગયેલી મહિલાએ થોડા દિવસો સુધી આ વાત પોતાના પતિથી છૂપાવી હતી. ત્યારબાદ પત્નીએ હિંમત ભેગી કરીને સમગ્ર ઘટનાની વાત પતિને કરતા પતિના હોશ ઉડી ગયા હતા. મહિલાનો પતિ બંને ભાઈઓના ઘરે ફરિયાદ કરવા પહોંચ્યો હતો.
આરોપ છે કે યુવક અને તેના પિતાએ મહિલાના પતિ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તેણે ઘરમાં સંતાઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ઘરમાં ઘૂસેલા પિતા-પુત્રોએ દિવ્યાંગ મહિલાને પણ ગાળો બોલીને મારપીટ કરી હતી.
અવાજ સાંભળીને લોકો એકઠાં થાય તે પહેલા જ પિતા પુત્રો મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ કોર્યના આદેશ બાદ પોલીસે સર્વેશ કુમાર, રાજેશ કુમાર અને લાલારામ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર