UP: પિતાએ બાઇક ના આપતા બે ભાઇઓએ કરી FB ફ્રેન્ડની હત્યા

News18 Gujarati
Updated: November 12, 2019, 4:12 PM IST
UP: પિતાએ બાઇક ના આપતા બે ભાઇઓએ કરી FB ફ્રેન્ડની હત્યા
બાઇક માટે FB ફ્રેન્ડની હત્યા

ફેસબૂકમાં મેસજ કરીને બે અજાણ્યા ભાઇઓએ વિદ્યાર્થીને તેમના ઘરે બોલાવ્યો, વિદ્યાર્થી બાઇક લઇને પહોંચ્યો અને બંન્નેએ તેની બાઇક લૂંટી હત્યા કરી દીધી.

  • Share this:
ફેસબુક મિત્રોને કારણે તમે તમારો જીવ ગુમાવી શકો છો. આવો જ એક કિસ્સો યુપીના બરેલીથી સામે આવ્યો છે જ્યાં ફેસબૂકથી બે અજાણ્યા ભાઇઓએ બોલાવ્યા પર વિદ્યાર્થી બાઇક લઇને પહોંચ્યો અને બંન્ને તેની બાઇક લૂંટી લઇ  હત્યા કરી દીધી.

પિતાએ બાઇક ન આપી તો બે ભાઈઓ મળીને ફેસબૂક મિત્રને ઝેર આપી હત્યા કરી નાખી હતી. છ દિવસ પહેલાથી જ મૃતક, હત્યારા બે ભાઈઓનો ફેસબૂક મિત્ર બન્યો હતો. પોલીસે શંકાના આધારે બંનેની પૂછપરછ પણ કરી હતી, પરંતુ તેઓને છોડી દેવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે ક્રાઇમ બ્રાંચે આ કેસની તપાસ કરી ત્યારે લગભગ દોઢ મહિના પછી ઉત્તર પ્રદેશના બરેલીની આ સનસનાટીભર્યા ઘટના સામે આવી. કાતીલ ભાઈઓના પિતા મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે.

વિનીત બાજપાઈના 17 વર્ષના પુત્ર લકી બાજપાઇની હત્યા એટલે કરી કે તેની પાસે બાઇક હતી. માત્ર 6 દિવસની મિત્રતામાં બંનેએ બાઇક પર લકીને તેમના ઘરે બોલાવ્યો, ત્યારબાદ બન્ને ભાઇઓએ બીયરમાં ઝેર નાખી ગળુ દબાવી દીધુ. એટલું જ નહીં હત્યા કર્યા બાદ ઘરમાં તેના મૃતદેહને એક બૉક્સમાં બંધ કરી દીધો. એક દિવસમાં બૉક્સમાંથી દુર્ગંધ આવવા લાગી તો લકીના મૃતદેહને બાઇકથી દિલ્લી-લખનઉ હાઇવે પર ઝાડીઓમાં ફેંકી દીધો.

સુષનગરની ગંગાનગર કોલોનીમાં રહેતા વિનીત બાજપાઈ ઇફકોની ત્રિકાયા કંપનીમાં સુપરવાઈઝર છે. તેનો 17 વર્ષનો પુત્ર લકી જીઆઈસીમાં 11 માં ધોરણનો વિદ્યાર્થી હતો. 28 સપ્ટેમ્બરના રોજ પરિવાર ક્યાંક ગયો હતો, સાંજ સુધી આવવાનું કહીને ઘરની બહાર નીકળ્યો હતો, પરંતુ પાછો આવ્યો ન હતો. શોધખોળ કર્યા બાદ સંબંધીઓએ 30 સપ્ટેમ્બરે સુભાષનગર પોલીસને કેસની માહિતી આપી હતી. વધુ શોધખોળ કર્યા પછી બાઇકની જાણકારી મળી, ત્યારે જાણવા મળ્યું કે બે કિશોર બાઇક આપી ગયા હતા.

એટલું જ નહીં, બંને ભાઇઓએ પોતાની બાઇક વેચી દીધી હતી અને બાઇકના પૈસા ખૂબ ખર્ચ કર્યા હતા. પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી હત્યામાં વપરાયેલી સ્કાર્ફ પણ મળી આવ્યું હતુ. બંને આરોપીઓ પોલિટેકનિકના વિદ્યાર્થીઓ છે.
First published: November 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...