Home /News /national-international /બે ભાઈઓએ પોતાના નાના ભાઈની ગર્ભવતી પત્ની અને સાળીની હત્યા કરી નાંખી

બે ભાઈઓએ પોતાના નાના ભાઈની ગર્ભવતી પત્ની અને સાળીની હત્યા કરી નાંખી

મંગળવારે રાત્રે બંને ભાઈઓ- દેશરાજ અને બહોરી ઘરમાં હંગામો કરી રહ્યા હતા.

લજ્જાવતી પોતાના જેઠને બચાવવા માંગતી હતી. આ કારણોસર તેણે પોતાના જેઠને ઘરેથી ભગાડી મુક્યો હતો. હત્યાનો આરોપી પોતાના મોટા ભાઈને શોધી શક્યો ન હતો, જેથી તેણે લજ્જાવતી અને તેની સાત વર્ષની નાની બહેનની હત્યા કરી દીધી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
બદાયૂમાં દહગવાના શેખુપુરા ગામમાં બે ભાઈઓએ પોતાના નાના ભાઈની પત્ની અને સાળી પર કુહાડીથી હુમલો કરીને હત્યા કરી દીધી છે. મોટો ભાઈ તેમને પોતાની કમાણીથી ખવડાવતો હોવાને કારણે તેણે આ બંનેની હત્યા કરી દીધી હતી. નાના ભાઈએ મોટા ભાઈને ધમકી આપી હતી કે, તે પોતાની કમાણી આપે અથવા તે બે ચાર લોકોને મારીને જ જેલમાં જ જશે.

લજ્જાવતી પોતાના જેઠને બચાવવા માંગતી હતી. આ કારણોસર તેણે પોતાના જેઠને ઘરેથી ભગાડી મુક્યો હતો. હત્યાનો આરોપી પોતાના મોટા ભાઈને શોધી શક્યો ન હતો, જેથી તેણે લજ્જાવતી અને તેની સાત વર્ષની નાની બહેનની હત્યા કરી દીધી હતી. શેખુપુરા નિવાસી કમલ સિંહ પાંચ ભાઈઓમાં સૌથી નાનો ભાઈ છે. સૌથી મોટો ભાઈ રમેશ છે અને તેના લગ્ન થયા નથી. તેનાથી નાનો ભાઈ દેશરાજ ઉર્ફ જંડેલ, તેનાથી નાનો ભાઈ બહોરી અને તેનાથી નાના ભાઈનું નામ ભગવતી છે. પાંચેય ભાઈ અલગ અલગ રહે છે. રમેશે જણાવ્યું કે, તે મજૂરી કરીને પૈસા લાવે છે અને તે પહેલા દેશરાજ અને બહોરી સાથે રહેતો હતો. આ બે ભાઈની પત્નીઓ રમેશને ક્યારેક ખાવાનું આપતી અને ક્યારેક નહોતી આપતી.

આ કારણોસર રમેશ તેમનાથી અલગ રહેવા લાગ્યો હતો. બે વર્ષ પહેલા કમલના લગ્ન થયા હતા અને તેની પત્ની લજ્જાવતી રમેશને ખાવાનું બનાવીને આપતી હતી. દેશરાજ અને બહોરીને દારૂ પીવાની આદત છે. આ બંને ભાઈ રમેશને પોતાનો પગાર આપવાનું કહેતા હતા, પરંતુ રમેશ તેમની વાતોમાં આવતો નહોતો.

મંગળવારે રાત્રે બંને ભાઈઓ- દેશરાજ અને બહોરી ઘરમાં હંગામો કરી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે, આજે તે રમેશને ઠેકાણે લગાવીને જ રહેશે. રમેશને શોધતા શોધતા બંને ભાઈઓ કમલસિંહના ઘરે આવી પહોંચ્યા હતા. તે પહેલા જ લજ્જાવતીએ રમેશને પોતાના ઘરેથી ભગાડી દીધો હતો.

લજ્જાવતીને આશંકા હતી કે, બંને ભાઈઓ રમેશને મારી શકે છે અને તેની સાથે વાત નહીં કરે. બંને ભાઈઓ પર ખૂન સવાર હતું. આ બંને ભાઈઓએ લજ્જાવતી અને તેની નાની બહેન મંજૂની હત્યા કરી દીધી છે.

બંને ભાઈઓએ પોતાની પત્ની સાથે મારપીટ કરી હતી

હત્યાના આરોપી દેશરાજ ઉર્ફ જંડેલ અને બહોરીએ મંગળવારે રાત્રે શરાબ પીને પોતાની પત્નીઓ સાથે મારપીટ કરી હતી. બંને ભાઈઓની પત્નીએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસ આ બંને ભાઈઓને લઈ હતી. ત્યારબાદ તેમની પત્નીઓએ પોલીસ સ્ટેશન આવીને તેમને છોડાવી લીધા હતા. રાત્રે 10 વાગ્યે તેમણે ફરી હંગામો કરવાનો શરૂ કરી દીધો હતો અને પત્નીઓ સાથે મારપીટ કરી હતી. ત્યારબાદ બંને ભાઈઓની પત્ની પિયર ચાલી ગઈ છે.

આ પણ વાંચો: વિદેશમાં શિક્ષણમાં ખર્ચનું ભારણ મહામુશ્કેલી, 83 ટકા છાત્રોએ કબૂલ્યું

પાડોશીઓને લજ્જાવતીની હત્યા થવાનો શક હતો

હત્યાના આરોપીઓ મંગળવારે રાત્રે હંગામો કરી રહ્યા હતા. આ કારણોસપ પાડોશીઓને આશંકા હતી કે, તેઓ કંઈપણ કરી શકે છે. પાડોશીઓ લજ્જાવતીને પોતાના ઘરે જઈને સૂવાનું કહ્યું હતું, પરંતુ લજ્જાવતી તે માટે તૈયાર થઈ નહોતી. લજ્જાવતીને પોતાના ઘરે જ રહેવાનું યોગ્ય લાગ્યું હતું.

બે દિવસ પહેલા કમલે લજ્જાવતી સાથે વાત કરી

કમલસિંહ રાજસ્થાનના ઝંઝુનૂ જિલ્લામાં ઝાડોલા ગામમાં મજૂરી કરે છે. તેની પાસે એક જ મોબાઈલ હતો. આ કારણોસર તે પોતાનો મોબાઈલ લજ્જાવતીને આપીને ગયો હતો, તેણે છેલ્લે 10 ઓક્ટોબરના રોજ લજ્જાવતી સાથે વાત કરી હતી. લજ્જાવતી કમલને આ પ્રકારના ઝઘડાની જાણકારી આપતી હતી. કમલ આ ઝઘડાથી કંટાળી ગયો હતો. મંગળવારે રાત્રે તે ઘરે જતો રહ્યો હતો. સવારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેને લજ્જાવતી અને તેની બહેનનની હત્યાની જાણ થઈ હતી.

કમલસિંહ અને હત્યાના આરોપીનું સાસરું ગામમાં જ છે

હત્યાના આરોપી દેશરાજ અને બહોરીની બંને બહેનોના લગ્ન થઈ ગયા છે. તેમનું સાસરું બહજોઈમાં મોહકમપુર ગામમાં છે. દેશરાજની પત્નીનું નામ જગવતી અને બહોરીની પત્નીનું નામ રામવતી છે. તેમની પત્નીઓનું પિયર મોહકમપુરમાં છે અને કમલસિંહનું સાસરું પણ ત્યાં જ છે.

આ પણ વાંચો: લાઈવ મેચમાં અંબાતી રાયડુ થયો ગુસ્સે, નાની-નાની વાત પર બેટ્સમેન સાથે થઈ તુ-તુ મેં-મૈં!

લજ્જાવતી ગર્ભવતી

લજ્જાવતીને સાત માસનો ગર્ભ હતો. બુધવારે ડોકટરે પોસ્ટમોર્ટમ કરતા જાણવા મળ્યું હતું કે, તેના ગર્ભમાં દીકરી હતી. બાળકી દુનિયા જોવે તે પહેલા જ આરોપીઓએ તેનો જીવ લઈ લીધો હતો. લજ્જાવતી ગર્ભવતી હોય તે છતાં, બંને ભાઈઓને તેના પર દયા આવી ન હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, બંને બહેનોના માથા પર ગંભીર ઈજા થવાથી તેમનું મૃત્યુ થયું છે. લજ્જાવતી ગામમાં સિલાઈનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. કમલસિંહ મજૂરી કામ કરતો હતો.

પાંચ ભાઈઓના નામે છ વીઘા જમીન છે, જે ગીરવે મૂકવામાં આવી છે

આ પાંચ ભાઈઓના નામે છ વીઘા જમીન છે. કમલસિંહે જણાવ્યું કે, થોડા વર્ષ પહેલા તેમના પિતાએ દોઢ લાખમાં જમીન ગીરવે મુકી હતી. તેમની પાસે એટલા પૈસા નહોતા કે, જમીન છોડાવી શકે. દેશરાજ અને બહોરી તેમને સહયોગ કરતા નહોતા અને રમેશને પણ પૈસા આપવા માટે જબરદસ્તી કરી રહ્યા હતા. જેથી રમેશ મજૂરી કરવા લાગ્યો હતો, જેથી તે પોતાની જમીન છોડાવી શકે.
First published:

Tags: Crime news, Latest crime news, National Crime

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો