જયપુરઃ 8 માર્ચે આ દિવસ મહિલાની ઉપલબ્ધીઓ માટે આખો દેશ વૂમન્સ ડે (womens day) ઉજવી રહ્યો હતો. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાંથી (rajasthan) એક ઉંવાડા ઊભા કરી દેનારી ઘટના સામે આવી હતી. જ્યાં બે ભાઈઓએ એક સાથે ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા (two brother suicide) કરી લીધી હતી. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે બંને યુવતીઓના પ્રેમમાં આ (suicide for love) પગલું ભર્યું હતું. તેમણે મરતા પહેલા યુવતીઓના નામ પોતાના હાથ ઉપર લખ્યાં હતા. એકના હાથમાં આશા અને બીજાના હાથ ઉપર તુલસી નામ લખ્યું હતું. બંનેની લાશો પાટા ઉપરથી મળી હતી. પોલીસે (police) લાશોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે મોકલી આપી હતી.
આ દર્દનાક ઘટના બૂંદી જિલ્લાના કેશવરાયપાટનમાંથી સામે આવી હતી. જ્યાં બે પિતરાઈ ભાઈ દેવ અને મહેન્દ્રએ રવિવારે મોડી રાત્રે આ દર્દનાક પગલું ભર્યું હતું. તેમણે મરતા પહેલા એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો હતો.
જેમાં તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે હવે આ દુનિયામાં જીવવાનું મન નથી લાગતું. એટલા માટે જઈ રહ્યા છીએ. અમારા ગયા પછી તમે કોઈને લડતા નહીં. નહીં તો અમારા બંનેની આત્માને શાંતિ નહીં મળે. ક્યારેક તો જવાનું જ હતું ને. દુઃખી ન થતાં.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને સંબંધમાં પિતરાઈ ભાઈઓ હતા. એક બુંદીમાં રહીને અભ્યાસ કરતો હતો જ્યારે બીજો સાથે જ રહીને કામ કરતો હતો. બંને મૂળ રૂપથી કેશવપુરા ગામના રહેવાશી હતા. આ ઘટનાગુડલા પાસે દિલ્હી મુંબઈ રેલવે લાઈન ઉપર બની હતી. પાટા પાસે તેમની એક બાઈક ઊભેલી મળી હતી. બંનેની લાશ ક્ષતવિક્ષત મળી હતી. એક યુવકનું માંથુ ધડથી અલગ થઈ ગયું હતું.
10 દિવસ પહેલા જ કહી દીધૂં હતું કે અમે મરીશું
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, બંને મૃતકોના મોબાઈલ જપ્ત કરી લીધા હતા. પરિવારજનો પાસેથી તેમના વિશે વધારે જાણકારી એકઠી કરતા તેમના પડોશીઓની પૂછપરછ થઈ રહી હતી. જેમાં બંનેએ પોતાના હાથ ઉપર યુવતીઓના નામ લખેલા મળ્યા હતા. આ પરથી લાગી રહ્યું હતું કે, બંનેને આ યુવતીઓ સાથે અફેર ચાલી રહ્યું હતું.
બંને વચ્ચે એવો શું વિવાદ થયો કે બંનેએ એક સાથે મરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે બંનેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે થોડા દિવસ જૂનો છે. જેમાં તેઓ ગીત ગાતા કહી રહ્યા છે. છોરી તને 10 દિવસ પહેલા કહ્યું હતું કે અમે મરીશું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર