lockdown : ઘરોમાં રહેવાની અપીલ કરવા ગયેલી પોલીસ ગામ લોકો તૂટી પડ્યાં, બે ASI ઘાયલ

lockdown : ઘરોમાં રહેવાની અપીલ કરવા ગયેલી પોલીસ ગામ લોકો તૂટી પડ્યાં, બે ASI ઘાયલ
પોલીસ પર હુમલો.

પોલીસ લોકોને ઘરોમાં રહેવા માટે સમજાવી રહી હતી ત્યારે કેટલાક લોકોએ લાકડીથી તેમના પર હુમલો કરી દીધો હતો.

  • Share this:
    નકુલ જસૂજા, સિરસા : કોરોના વાયરસ (Coronavirus)ને પ્રસરતો અટકાવવા માટે સરકાર તરફથી લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરવામાં આવી છે. લૉકડાઉનના અમલ માટે તંત્ર અને પોલીસ (Police) સતત લોકોને સમજાવી રહ્યાં છે. આ દરમિયાન હરિયાણા (Haryana Police)માં બે પોલીસકર્મી પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. પોલીસની ટીમ કાલાંવાલીના દાદૂ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી રહી હતી. આ દરમિયાન દાદૂ ગામમાં ઘરોની બહાર ઉભેલા 20 જેટલા લોકોએ પોલીસ પર હુમલો (Attack on Police) કર્યો હતો. આ હુમલા બાદ પોલીસના બે જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બંનેને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં ખસેડવામાં આવ્યા છે.

    આ અંગે માહિતી મળ્યા બાદ કાલાંવાલી ડીએસપી નરસિંહ અને કાલાંવાલી પોલીસ મથક પ્રભારી ઓમપ્રકાશ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે આ મામલે આઠ લોકોની ધરપકડ કરી છે. ઘાયલ પોલીસકર્મી ધર્મપાલે જણાવ્યું કે એએસઆઈ અમૃતપાલ અને અને એક પોલીસકર્મી સાથે તેઓ લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા હતા. આ દરમિયાન ઘર બહાર રહેલા અમુક લોકોને તેઓએ ઘરમાં જવાનું કહ્યું હતું. જે બાદમાં લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો.



    આ પણ વાંચો : 'મેં પ્રિન્સને શુભ ચોઘડીયે મોક્ષ આપ્યો છે, તે સ્વર્ગમાં જશે,' પુત્રની હત્યારી માતાનો બફાટ

    8 લોકોની ધરપકડ

    લોકોએ પોલીસની ટીમ પર ડંડાથી હુમલો કર્યો હતો. ઘટના બાદ એએસઆઈ ધર્મપાલ તેમજ એએસઆઈ અમૃતપાલને ગંભીર ઈજા પહોંચી છે. બંનેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધર્મપાલે જણાવ્યું કે તેમણે પોલીસ અધિકારીઓએ આ આંગે સૂચના આપી દીધી હતી. જે બાદમાં પોલીસે 13 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે તેમાંથી આઠ લોકોની ધરપકડ કરી લીધી છે.
    First published:April 06, 2020, 17:45 pm

    ટૉપ ન્યૂઝ