'જમતારા' વેબ સીરિઝથી આઇડિયા લઇને લોકોને ચૂનો લગાડનાર બે વ્યક્તિ પકડાયા

News18 Gujarati
Updated: January 25, 2020, 12:05 PM IST
'જમતારા' વેબ સીરિઝથી આઇડિયા લઇને લોકોને ચૂનો લગાડનાર બે વ્યક્તિ પકડાયા
જમતારા

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ નાણાંનો ઉપયોગ વન પ્લસ મોબાઇલ ખરીદાયો છે.

  • Share this:
દિલ્હી પોલીસે (Delhi Police) ક્રેડિટ કાર્ડના (Credit Card) ના નામે ફ્રોડ (Fraud) કરનાર બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે રાજૌરી ગાર્ડન નિવાસી રાજન સૌની અને તેમના સંબંધી કરોલ બાગના રહેવાસી પ્રીતિની આ મામલે ધરપકડ કરી છે. આરોપી પ્રીતિ બેંકમાં કામ કરે છે. અને તે પોતાના સહયોગી રાજન સૈનીને નવી ક્રેડિટ કાર્ડના ગ્રાહકોની જાણકારી પ્રાપ્ત કરાવતી હતી.

પોલીસ મુજબ હાલમાં જ રીલિઝ થયેલી વેબ સીરિઝ જમતારાથી (Jamtara Web Series) આઇડિયા લઇને નવા ક્રેડિટ કાર્ડ પર મફત ગીફ્ટ આપવાના બહાને બે લોકો સાથે કથિત રીતે છેતરપીંડી કરવા મામલે ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે આરોપી રાજન સૈની પૂર્વમાં એક કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો હતો. અને તે બેંકના અધિકારીઓ તરીકે કામ કરવાની રીતભાત શીખ્યો હતો. તે પ્રીતિ દ્વારા મળતી માહિતી બેંક કર્મચારી બનીને ફોન કરતો હતો.

ગુરુવારે પોલીસમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત 19 જાન્યુઆરીએ તેને નવું ક્રેડિટ કાર્ડ ખરીદ્યું હતું. સોમવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાર આશીષ નામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેનું કહેવું હતું કે તે બેંક કર્મચારી છે. અને તેણે નવા ક્રેડિટ કાર્ડ માટે કેવાયસી વેરિફિકેશન માટે કોલ કર્યો છે. જે પછી મહિલાએ તેનો સીવીવી, ઓટીપી, ક્રેડિટ કાર્ડ નંબર જેવી જાણકારી આપી. અને બસ કેટલાક જ કલાકોની અંદર તેને બેંકમાંથી મેસેજ આવ્યો કે તેણે પોતાના નવા કાર્ડથી 41,480 રૂપિયા ખર્ચ કર્યા છે.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ રાશિનો ઉપયોગ વન પ્લસ ટી પ્રો મોબાઇલ ખરીદવા માટે કરવામાં આવ્યો છે. અને પોલીસે આ લોકોની ધરપકડ કરી. વધુમાં પોલીસ તપાસમાં તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન, આઠ સિમ કાર્ડ અને એક સીપીયૂ મળ્યું છે.

 
First published: January 25, 2020
વધુ વાંચો
अगली ख़बर