Breaking News: અફઘાનિસ્તાનના હેલમંદમાં બે સૈન્ય વિમાન વચ્ચે ટક્કર, 15નાં મોત

News18 Gujarati
Updated: October 14, 2020, 10:44 AM IST
Breaking News: અફઘાનિસ્તાનના હેલમંદમાં બે સૈન્ય વિમાન વચ્ચે ટક્કર, 15નાં મોત
તસવીર- TOLO News

અફઘાનિસ્તાન (Afghanistan)ના દક્ષિણ હેલમંદ (Southern Helmand)ના નવા જિલ્લામાં વાયુસેનાના બે હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ ગઈ છે.

  • Share this:
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan)ના દક્ષિણ હેલમંદ (Southern Helmand)ના નવા જિલ્લામાં અફઘાનિસ્તાન વાયુ સેનાના બે હેલિકોપ્ટર ટકરાયા છે. ટોલો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે.

ટોલો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે સૂત્રોએ કહ્યું છે કે આ દુર્ઘટના હેલિકોપ્ટર્સથી કમાન્ડોઝને પરત લાવવામાં આવતી વખતે અને ઘાયલ સુરક્ષાદળોને લઈ જતી વખતે થઈ હતી. એક સૂત્રએ જણાવ્યું કે ઘટનામાં આઠ લોકો માર્યા ગયા છે. જોકે, રક્ષા મંત્રાલય તરફથી આ અંગે કોઈ જ ટિપ્પણી કરવામાં આવી નથી.

પ્રાંતીય ગવર્નરના એક પ્રવક્તા ઉમર જવાકે પુષ્ટિ કરી છે કે નવાી જિલ્લામાં એક દુર્ઘટના ઘટી છે. જોકે, તેમણે વધારે વિગત આપી ન હતી. મળતી માહિતી પ્રમાણે આ બનાવ મંગળવારે રાત્રે બન્યો હતો.

ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાનના ઉત્તર બઘલન વિસ્તારમાં અફઘાનિસ્તાન એરફોર્સનું એક હેલિકોપ્ટર ટેક્નિકલ ખામીને કારણે ક્રેશ થઈ ગયું હતું. આ બનાવમાં હેલિકોપ્ટરના બંને પાયલટના મોત થયા હતા.

આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે.
Published by: Vinod Zankhaliya
First published: October 14, 2020, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading