માતા-પિતા લોન ન ચૂકવી શક્યા તો વ્યાજખોરોએ પુત્રીની હત્યા કરી આંખો કાઢી લીધી

News18 Gujarati
Updated: June 6, 2019, 6:53 PM IST
માતા-પિતા લોન ન ચૂકવી શક્યા તો વ્યાજખોરોએ પુત્રીની હત્યા કરી આંખો કાઢી લીધી

  • Share this:
ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં હદયકંપાવતી ઘટના સામે આવી છે. એક અઢી વર્ષની માસુમ બાળકીની પહેલા ગળું દબાવી હત્યા કરવામાં આવી ત્યારબાદ તેની આંખો કાઢી લેવામાં આવી. આવું કરવા પાછળનું કારણ એટલું હતું કે બાળકીના માતા-પિતા 10 હજાર રૂપિયાની લોન ચૂકવી શક્યા નહીં. પોલીસે ફરિયાદ દાખલ કરી બે લોકોની ધરપકડ કરી છે. જો કે બાળકી સાથે બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું.

અલીગઢના એસએસપી આકાશ કુલહરીના જણાવ્યા પ્રમાણે ગત 31 મેએ અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. જેમાં તેઓએ જણાવ્યું કે વ્યક્તિગત દુશ્મનીના મામલે આ ઘટના બની છે. આરોપીઓએ પહેલા બાળકીનું ગળુ દબાવી હત્યા કરી ત્યારબાદ આંખ કાઢી લીધી.

અહીં ક્લિક કરી વાંચોઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક મોટી સંખ્યામાં ખુલી ગયેલી 'Beer shop' પોલીસે બંધ કરાવી

પોલીસે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પીએમ રિપોર્ટમાં બાળકી સાથે રેપના કોઇ પૂરાવા મળ્યા નથી. ઘટના સામે આવ્યા બાદ બાળકીના પરિવારજનો અને સંબંધીઓએ રસ્તા પર પ્રદર્શન કર્યું જો કે પોલીસે સમજાવતા મામલો થાળે પડ્યો હતો.
First published: June 6, 2019, 4:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading