જ્યારે શહીદ તિલક રાજના અઢી વર્ષના દીકરાએ માતાને પૂછ્યું- 'ચૂપ થઈ જા મા, કેમ રડી રહી છે?'

માતાના આંસુ લૂછતા વિહાને પૂછ્યું, શું મારા પાપા હવે આ દુનિયામાં નથી રહ્યા?

News18 Gujarati
Updated: February 17, 2019, 9:43 AM IST
જ્યારે શહીદ તિલક રાજના અઢી વર્ષના દીકરાએ માતાને પૂછ્યું- 'ચૂપ થઈ જા મા, કેમ રડી રહી છે?'
શહીદ જવાન તિલક રાજનો દીકરો વિહાન
News18 Gujarati
Updated: February 17, 2019, 9:43 AM IST
બૃજેશ્વર સાકી

'ચૂપ થઈ જા મા, કેમ રડી રહી છે', આ શબ્દ હતા તે અઢી વર્ષના વિહાનના, જે માતાના ખોળામાં બેસી તેના આંસુ લૂછી રહ્યો હતો. તે પૂછી રહ્યો હતો, 'શું થયું મા મારા પાપાને. બધા કેમ રડી રહ્યા છો. શું મારા પાપા હવે આ દુનિયામાં નથી રહ્યા.' બાળકના આ શબ્દોને સાંભળી ત્યાં હાજર દરેક વ્યકિતની આંખમાં આંસુ આવી ગયા.

માતૃભૂમિની રક્ષા કરતાં પુલવામા આતંકી હુમલામાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના વીર જવાન શહીદ તિલક રાજના પાર્થિવદેહને જ્યારે તેમના ગામે પહોંચ્યો, તો એકદમ ચીસા-ચીસ થવા લાગી. શહીદના પિતા લાયક રામ, માતા બિમલા, પત્ની સાવિત્રી, ભાઈ બળદેવ સહતિ પરિજનોની આંખમાં અશ્રુધારા બંધ થવાનું નામ જ નહોતી લેતી.

તિરંગામાં લપેટાયેલા શહીદ તિલક રાજને જોવા માટે દરેક વ્યક્તિ આતુર હતા. લોકોએ શહીદને સેલ્યૂટ કર્યું. પરિજનો સહિત ગામલોકો કોફિનને ભેટી-ભેટીને રડ્યા. પરિજનો સહિત ગામવાસીઓએ શહીદની શહાદત પર ગૌરવ કર્યું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા.

જવાન તિલક રાજ અને પત્ની સાવિત્રી


શહીદની માતા બિમલા તો પોતાના હોશોહવાશ ખોઈ બેઠા હતા. તેઓ દરેકને રડવાની ના પાડી રહ્યા હતા અને કહેતા રહ્યા કે તેમના લાલને કંઈ નથી થયું. આજે તેમના લાલનું રિટાયરમેન્ટ છે. જેમાં કોઈને રડવાની જરૂર નથી.
Loading...

આ પણ વાંચો, પુલવામા હુમલો: શહીદ અશ્વીનીએ કહ્યું હતું- 'પિતાજી, તિરંગામાં લપેટાઈને આવીશ'

આ પણ વાંચો, પ્રયાગરાજ: શહીદ મહેશ યાદવના બાળકોએ કહ્યું- PM મોદી લેશે આતંકીઓ સામે બદલો

આ પણ વાંચો, પુલવામા હુમલો: સસરાને આઘાત ન લાગે એ માટે શહીદની પત્નીએ આખી રાત ન લૂછ્યું સિંદૂર
First published: February 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...