સોશિયલ મીડિયામાં અસમનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ભીડ, બે કથિત બાબાઓને ખુબ જ ખરાબ રીતે માર મારી રહી છે. બંને બાબાઓને ઘેરીને માર મારવામાં આવે છે, તે વારં-વાર બચાવ માટે વિનંતી કરે છે અને તે પોતે નિર્દોષ હોવાનું જણાવે છે. આ બંને બાબાઓ પર ચોરી અને અપહરણનો આરોપ છે.
આ ઘટના કામરૂપ જિલ્લાના વિજય નગરની છે. જ્યાં બે કથિત નકલી બાબાઓને ટોળાના આક્રોશનો સામનો કરવો પડ્યો. આરોપ છે કે, બંને વિજય નગરના રહેવાસી અનૂપ કલિતાના ઘરે લૂટફાટ કરીને પૈસા લઈને ફરાર થઈ ગયા. સ્થાનિક લોકોએ બાબાઓ પર અપહરણનો પણ આરોપ લગાવ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, સોમવારે બંને બાબાઓએ એક બાળકના અપહરણ કરવાની કોશિશ કરી. ત્યાર બાદ આ બાબાઓ ભીડના હાથે ચડી ગયા અને તેમની બરાબરની ધોલાઈ થઈ. ત્યાર બાદ બંનેને પોલીસને સૌંપી દેવામાં આવ્યા હતા. પોલીસ બાબતની તપાસ કરી રહી છે.
કેટલાક દિવસ પહેલા પંજાબના ભટિંડાના ગુલાબગઢમાં પણ લોકોએ એક કથિત ઢોંગી બાબાની ધોલાઈ કરી હતી. એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આ ઢોંગી બાબા છે અને તેને મારી સાથે છેડછાડ અને પૈસા પડાવવાની કોશિશ કરી. મહિલાએ આની માહિતી પોતાના પરિવારજનોને આપી, જ્યાર બાદ લોકોએ કથિત ઢોંગી બાબાની ધોલાઈ કરી દીધી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર