નવી દિલ્હી. માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટર (Twitter)એ ફરી એકવાર ભારતનો ખોટો નક્શો દર્શાવ્યો છે. પોતાની વેબસાઇટ પર ટ્વીટરે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) અને લદાખ (Ladakh)ને અલગ-અલગ દેશ દર્શાવ્યા છે. ગયા વર્ષે પણ ટ્વીટરે જમ્મુ-કાશ્મીરને ભારતના હિસ્સા તરીકે નહોતો દર્શાવ્યો. સરકારના સૂત્રોએ કહ્યું છે કે ટ્વીટરની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલા 12 નવેમ્બરે સરકારે લેહને કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને બદલે જમ્મુ-કાશ્મીરનો હિસ્સો તરીકે દર્શાવવા માટે ટ્વીટરને નોટિસ ફટકારી હતી. ટ્વીટર તરફ આ ખોટો નક્શો એવા સમયે દર્શાવવામાં આવ્યો છે જ્યારે નવા સોશિયલ મીડિયા નિયમો (Social Media New Rules)ને લઈ આ સાઇટ સરકાર (Modi Government)ના નિશાના પર છે. સરકારે ટ્વીટર પર જાણી જોઈને આ નવા નિયમોનું પાલન ન કરવાના આરોપ લગાવ્યા છે અને તેની આકરી ટીકા કરી છે.
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં ભારત સરકાર તરફથી હજુ સુધી ટ્વીટરને કોઈ નોટિસ નથી ફટકારવામાં આવી. જોકે જાણકારોનું માનવું છે કે જો કોઈ નોટિસ પાઠવવામાં આવે છે અને જો ટ્વીટર ભૂલ નથી સુધારતું તો સંભવિત વિકલ્પોમાં ભારતમાં ટ્વીટર સુધી પહોંચ પર પ્રતિબંધ લગાવવ માટે આઇટી અધિનિયમની કલમ 69-A હેઠળ કાર્યવાહી કરવાનું સામેલ હોઈ શકે છે. સાથોસાથ અપરાધિક કાયદો (સંશોધન) અધિનિયમ હેઠળ, સરકાર એક ફરિયાદ નોંધાવી શકે છે, જેમાં 6 મહિના સુધીની જેલની સજાની જોગવાઈ છે.
આ પહેલા ભારતમાં નિયુક્ત કરવામાં આવેલા ટ્વીટરના ઇન્ટરીમ ગ્રીવન્સ ઓફિસરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. નવા આઇટી એક્ટ નિયમો હેઠળ ભારતીય યૂઝર્સની ફરિયાદો પર કાર્યવાહી માટે મુખ્ય સોશિયલ મીડિયા કંપનીઓમાં ગ્રીવન્સ ઓફિસરની નિયુક્તિ જરૂરી છે. ભારતમાં ટ્વીટર તરફથી નિયુક્ત કરવામાં આવેલા ઇન્ટરીમ ગ્રીવન્સ ઓફિસર ધમેન્ર્મ ચતુર (Dharmendra Chatur)એ રાજીનામું આપી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોશિયલ મીડિયાના નવા નિયમ 25 મેથી લાગુ થઈ ગયા છે. ટ્વીટરે વધારાના સમયગાળાને સમાપ્ત થયા બાદ પણ જરૂરી અધિકારીઓની નિયુક્તિ નથી કરી જેના કારણે તેણે ભારતમાં મધ્યસ્થ ડિજિટલ મંચોને ‘સંરક્ષણની જોગવાઈ’ના માધ્યમથી મળનારી છૂટના અધિકારને ગુમાવી દીધો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર