Home /News /national-international /

કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટ્વિટર યુદ્ધ: શું તમે વાંચ્યા બંને પાર્ટીઓના આ ટ્વિટ્સ!

કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટ્વિટર યુદ્ધ: શું તમે વાંચ્યા બંને પાર્ટીઓના આ ટ્વિટ્સ!

પ્રતિકાત્મક તસવીર

ભાજપે કોંગ્રેસ પર તસવીરોને ફોટોશોપ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપે તેને ફેક ન્યૂઝ ગણાવ્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેં ભી ચોકીદાર' કેમ્પન લોન્ચ કર્યું છે. આ કેમ્પેન ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે નવી રાજકીય લડાઈનું માધ્યમ બન્યું છે. તે ત્યારે શરૂ થયું જ્યારે વડાપ્રધાનના વેરિફાઇડ એકાઉન્ટથી #MainBhiChowkidar ટેગ સાથે ઓટોમેટિક રીતે નકલી ટ્વિટ્સનો જવાબ આપ્યો. સમય ગુમાવ્યા વગર કોંગ્રેસ તે ટ્વિટ્સના સ્ક્રીનશોટ લઈને ભાજપના સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો. આ ટ્વિટ્સમાં એક નીરવ મોદીનું નકલી એકાઉન્ટ હતું.

    કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું- એ જોઈને સારું લાગે છે કે મોદી હજુ પણ પોતાના મિત્રોના સંપર્કમાં છે. આ ટ્વિટમાં કોંગ્રેસે ઓટોમેટિક થયેલા ટ્વિટ્સના સ્ક્રીનશોટ પણ મૂક્યું હતું. તેના તરત બાદ ભાજપે જવાબ પણ આપ્યો. ભાજપે કોંગ્રેસ પર તસવીરોને ફોટોશોપ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપે તેને ફેક ન્યૂઝ ગણાવ્યું.

    આ પણ વાંચો, PM મોદી-અમિત શાહ સહિત BJP નેતાઓએ ટ્વિટર પર બદલ્યા નામ, બધા થયા 'ચોકીદાર'

    ભાજપે ટ્વિટમાં કહ્યું કે, પ્રિય કોંગ્રેસ, અપ્રામાણિકતા, છળ, ફોટોશોપ્ડ ઈમેજ અને નકલી સમાચાર તમારી ઓળખ છે. દાયકાઓથી આપના નેતાઓએ ભારતને લૂંટવા અને બરબાદ કરવા માટે તે ટેકનિકનો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસ એ સંસ્કૃતિની વિરુદ્ધ છે કે ભારત સતર્ક છે અને કહી રહ્યું છે #MainBhiChowkidar.

    ત્યારબાદ કોંગ્રેસે પણ જવાબ આપ્યો. કોંગ્રેસે લખ્યું કે, પ્રિય ભાજપ, અમને દુ:ખ છે કે આપનું કેમ્પેન બેકફાયર થઈ ગયું છે. અમને તમારા દુ:ખ અને ગુસ્સા પર સહાનુભૂતિ છે. આપને બોટ્સ પર વિશ્વાસ કરવાને બદલે વાસ્તવિક થવાનો પ્રયાસ કરવો જોઈએ. આપને પ્રેમ, તે પાર્ટી માટે જે આપની આઝાદી માટે લડી. #EkHiChowkidarChorHai (એક હી ચોકીદાર ચૌર હૈ).

    આ પણ વાંચો, નજીબની માતાએ કહ્યુ- 'જો તમે ચોકીદાર છો તો મારો દીકરો ક્યાં છે?'
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chowkidar Chor Hai, Main Bhi Chowkidar, Twitter, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन