PM મોદીએ ભારત બાયોટેકની કોરોના વેક્સીન લેતાં ટ્વીટર પર લોકોએ આવી રીતે કર્યા વખાણ

કોવેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોશિયલ મીડિયા પર થયો પ્રશંસાનો વરસાદ!

કોવેક્સીનનો પહેલો ડોઝ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સોશિયલ મીડિયા પર થયો પ્રશંસાનો વરસાદ!

  • Share this:
    નવી દિલ્હી. દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ની વિરુદ્ધ 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સીનેશન અભિયાન (Corona Vaccination)નું આજે પહેલી માર્ચથી બીજું ચરણ શરૂ થઈ ગયું છે. આ ચરણનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ જાતે વેક્સીન લઈને કર્યો. વડાપ્રધાન મોદી તેના માટે સોમવાર સવારે દિલ્હી (Delhi) સ્થિત ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) પહોંચ્યા અને વેક્સીનનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદીએ દેશના એ તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરી જેઓ બીજા ચરણના વેક્સીનેશન અભિયાન હેઠળ પાત્રતા ધરાવે છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીન લીધા બાદ જાણકારી આપતા ટ્વીટ કરીને જણાવ્યું કે, મેં એઇમ્સમાં કોવિડ-19 વેક્સીનનો પહેલો ડોઝ લીધો. આપણા ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તે તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, જે તેને યોગ્ય છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.

    ત્યારબાદ ટ્વીટર પર લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી. લોકોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરીને ટ્વીટ કર્યા.

    આ પણ વાંચો, કોરોના વેક્સીન આપનારી સિસ્ટર નિવેદાને PM મોદીએ કહ્યુ, ‘રસી આપી પણ દીધી, ખબર જ ન પડી’

    નોંધનીય છે કે, પુડ્ડુચેરીની નિવાસી સિસ્ટર પી. નિવેદાએ પીએમ મોદીને ભારત બાયોટેકની કોવેક્સીન વેક્સીનનો પહેલો ડોઝ આપ્યો.



    આ પણ વાંચો, Co-WIN એપમાં વેક્સીન રજિસ્ટ્રેશન- જાણો રીત અને કયા દસ્તાવેજોની જરૂર પડશે?





    વડાપ્રધાન મોદીએ ટ્વીટની સાથે જ વેક્સીન લેતી વખતની પોતાની એક તસવીર પણ શૅર કરી, જેમાં તેઓ આસામનો ગમછો પહેરેલા જોવા મળ્યા અને સ્મિત સાથે રસી લઈ રહ્યા છે. તસવીરમાં તેમની સાથે સિસ્ટર નિવેદા ઉપરાંત કેરળની નિવાસી એક અન્ય નર્સ રોસમ્મા અનિલ પણ જોવા મળી રહી છે.

    આ પણ વાંચો, PM મોદીએ ભારત બાયોટેક પર ઊભી થયેલી શંકાને દૂર કરી, Covaxin લઈને આપ્યા 4 ખાસ સંદેશ

    ઉલ્લેખનીય છે કે, સોમવારથી શરૂ થયેલા બીજા ચરણના વેક્સીનેશન અભિયાન હેઠળ વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. વેક્સીનેશન માટે લોકો CO-Win 2.0 એપ, પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવીને વેક્સીનનો પહેલો ડોઝ લઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: