શું અક્ષય કુમાર ખોટું બોલ્યો કે તે 7 વર્ષથી કેનેડા નથી ગયો ? સામે આવી હકીકત

અક્ષય કુમારની ફાઇલ તસવીર

સોશિયલ મીડિયા પર એક યૂઝર દ્વારા અક્ષયની સાત વર્ષથી કેનેડા ન ગયા હોવાની વાતને ખોટી ઠેરવી અને કેટલાક સ્કીનશૉટ શેર કરવામાં આવ્યા છે. અક્ષય શું જવાબ આપશે?

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : અભિનેતા અક્ષય કુમારની નાગરિકતાનો વિવાદ દિવસે દિવસે વકરતો જઈ રહ્યો છે. મોટા ભાગે દેશભક્તિની ફિલ્મોમાં નજરે પડતા અક્ષય કુમારે જ્યારે મુંબઈમાં ચૂંટણી દરમિયાન મત ન આપ્યો ત્યારે તેમના પર રાજકીય હુમલા થવા લાગ્યા હતા. અક્ષય કુમારને વોટ કેમ ન કર્યો તેવો સવાલ પૂછાયો ત્યારે તેમણે રિપોર્ટનો સવાલો ટાળી દીધો અને આગળ વધ બેટા કહીને નીકળી ગયા. આ ઘટના બાદ અક્ષય કુમારે સ્પષ્ટતા કરી પરંતુ એક ટ્વીટર યૂઝરે તેમની સ્પષ્ટતાની ખોટી સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે.

    હકીકતે અક્ષય કુમારે સ્પષ્ટતા કરી કહ્યું હતું કે તે માને છે કે તેમની પાસે કેનેડાનો પાસપોર્ટ છે પરંતુ તે પાછલાં સાત વર્ષથી કેનેડા ગયા નથી. તે ભારતમાં રહે છે અને અહીંયા જ ટેક્સ ભરે છે. ત્યારબાદ એક ટ્વીટર યૂઝરે સ્ક્રિન શોટ શેર કરીને જણાવ્યું હતું કે અક્ષય ખોટું બોલી રહ્યાં છે.



    અક્ષય કુમારે 7 વર્ષના સ્ટેટમેન્ટને ખોટું ઠેરવતા એક સ્ક્રીન શોટ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે અક્ષય 5 વર્ષ પહેલાં પણ કેનેડા ગયા હતા. આ સ્ક્રીનશોટમાં બૉલિવૂડના સિંગર મિકા સિંહનો પણ એક સ્ક્રીન શોટ છે. જેમાં લખાયેલું છે કે ગુડ મોર્નિંગ, અક્ષય કુમાર, રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટી, રાહુલ ખન્ના અને કિશોર લુલ્લા સાથે ટોરેન્ટોમાં એક શાનદાર પાર્ટીની મજા માણી



    સોશિયલ મીડિયા પર આ સ્કીરનશૉટ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. હવે લોકો સવાલ પૂછી રહ્યાં છે કે અક્ષય સાત વર્ષથી કેનેડા નથી ગયા તો આ સ્ક્રીનશોટમાં જે દાવો કરાયો છે તેની હકીકત શું છે, શું ખરેખર અક્ષય કુમાર ખોટું બોલ્યા છે?



    પોતાની નાગરિકતા વિશે અક્ષય કુમાર
    તાજેતરમાંજ અક્ષય કુમારની નાગરિકતા પર સવાલ ઉઠ્યા તો તેમણે કહ્યું, “મારી નાગરિકતા અંગે ઉત્સુકતા અને નકારાત્મકતા પ્રસરાવવામાં આવી રહી છે. હું સમજી શકતો નથી. મેં તો ક્યારે છુપાવ્યું નથી અને ન તો ઇન્કાર કર્યો છે કે હું કેનેડાનો પાસપોર્ટ ધરાવું છું. જોકે, હકીકત એ પણ છે કે હું છેલ્લા સાત વર્ષથી કેનેડા નથી ગયો. હું ભારતમાં કામ કરૂ છું અને મારો ટેક્સ પણ અહીંયા જ ભરૂ છું. ભારત વિશેના મારા પ્રેમને મારે એક પણ વાર સાબિત કરવાની જરૂર નથી. જોકે, મને નિરાશા થાય છે કે હું મારી નાગરિકતાના મુદ્દો ખેંચાતો હોય તેવું જોઈ રહ્યો છું. આ વ્યક્તિગત, કાયદાકીય, રાજકીય કે કોઈ માટે મતલબ રાખનારો મુદ્દો નથી. અંતમાં હું મારા નાના નાના પ્રયાસો જેમાં હું વિશ્વાસ રાખું છું એ શરૂ રાખીશ અને તેને મજબૂત બનાવીશ”



    અક્ષય કુમારના ખુલાસા પરથી સ્પષ્ટ થાય છે કે તે પોતાની નાગરિકતા અંગે ચર્ચા કરવા માટે સહેજ પણ અસહજ નથી અને તેને બિલકુલ વ્યક્તિગત મામલો ગણે છે. જોકે, સોશિયલ મીડિયા પર એક યૂઝર દ્વારા અક્ષયની 7 વર્ષ વાળી વાતને ખોટી સાબિત કરવા માટે જે સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા છે તેનો અક્ષય કુમાર શું જવાબ આપશે તે જોવું જ રહ્યું.
    Published by:Jay Mishra
    First published: