Home /News /national-international /ઈલોન મસ્કે યુઝર્સને આપ્યો મોટો ઝટકો! ટ્વિટર પર બ્લુ ટિક આપવા માટે દર મહિને મસમોટી ફી ચાર્જ કરશે
ઈલોન મસ્કે યુઝર્સને આપ્યો મોટો ઝટકો! ટ્વિટર પર બ્લુ ટિક આપવા માટે દર મહિને મસમોટી ફી ચાર્જ કરશે
ઈલોન મસ્કે યુઝર્સને આપ્યો મોટો ઝટકો
અબજોપતિ ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે ભારે કિંમત ચૂકવી છે અને હવે આ ડીલની કિંમત સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરતા યુઝર્સને ચૂકવવી પડશે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ઈલોન મસ્ક હવે ટ્વિટર પર કોઈ યુઝરના અકાઉન્ટને બ્લુ ટિક આપવા માટે મોટી ફી વસૂલવા માટે તૈયારીમાં છે. એટલે કે હવે યુઝર્સને આ સુવિધા માટે મોટી રકમ ચૂકવવી પડશે.
નવી દિલ્હી. અબજોપતિ ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે ભારે કિંમત ચૂકવી છે અને હવે આ ડીલની કિંમત સોશિયલ મીડિયા સાઈટનો ઉપયોગ કરતા યુઝર્સને ચૂકવવી પડશે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ઈલોન મસ્ક હવે ટ્વિટર પર કોઈ યુઝરના અકાઉન્ટને બ્લુ ટિક આપવા માટે મોટી ફી વસૂલવા માટે તૈયારીમાં છે. એટલે કે હવે યુઝર્સને આ સુવિધા માટે મોટી રકમ ચૂકવવી પડશે.
અમેરિકાની ટેક્નોલોજી ન્યૂઝ વેબસાઈટ વર્જ (Verge)ના અનુસાર, ઈલોન મસ્ક ટ્ટિટર પર બ્લુ સબસ્ક્રિપ્શન આપવા માટે 19.99 ડોલર (લગભગ 1,640 રૂપિયા) ચાર્જ કરવાની તૈયારી કરી રહ્યા છે. હવે વેરિફાઈડ યુઝર્સને સબસ્ક્રિપ્શન માટે 90 દિવસ મળે છે. જો આ દરમિયાન સબસ્ક્રિપ્શન કરવામાં ન આવે તો અકાઉન્ટમાંથી બ્લુ માર્ક હટાવી દેવામાં આવે છે. બદલાયેલા નિયમ અંતર્ગત યુઝર્સને મળતી ગ્રેસ પ્રીપેડ પૂરી થઈ જશે અને બ્લુ ટિક લેવા માટે તાત્કાલિક ચૂકવણી કરવી પડશે. અત્યારે બ્લુ ટિક માટે 4.99 ડોલરની ચૂકવણી કરવી પડે છે.
@sriramk any chance in helping with verification? Denied some 4-5 times despite large following and working to share spaceflight/rocket launches to the masses via my photography. Published in a plethora of huge outlets but Twitter doesn’t seem to care! https://t.co/efL1l1H2d9
આ પ્રોજેક્ટ પર કામ કરતા કર્મચારીઓનું કહેવું છે કે અમને 7 નવેમ્બર સુધી નવુ ફીચર લોન્ચ કરવાની ડેડલાઈન મળી છે, નહીં તો અમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ દરમિયાન ઈલોન મસ્કે પણ રવિવારે એક ટ્વીટમાં કહ્યું હતું, ટ્વિટર પોતાના પેરિફફિકેશન પ્રોસેસને રિવાઈઝ કરશે. તેમને આ જાહેરાત સોશિયલ મીડિયા કંપનીનું અધિગ્રહણ પૂરુ કરવાના માત્ર એક દિવસ પછી કરી હતી. તેનાથી અંદાજો લગાવી શકાય છે કે મસ્કે પહેલાથી જ તેની તૈયારી કરી લીધી હતી.
ટેસ્લાના CEO ઈલોન મસ્કે અત્યારે પ્રોજેક્ટ અને રિવાઈઝ પ્રોસેસને લઈને વધારે જાણકારી નથી આપી, પરંતુ ટેક્નોલોજી ન્યૂજલેટર પ્લેટફોર્મનું કહેવું છે કે, વેરિફિકેશન પ્રક્રિયા ટ્વિટર પર બ્લુ ટિક ગ્રાહક અકાઉન્ટ્સનો ભાગ હોઈ શકે છે. ટ્વિટરે ગયા વર્ષે જૂનમાં ટ્વિટર બ્લુ લૉન્ચ કર્યું હતું, જે પહેલી સબસ્ક્રિપ્શન-આધારિત સેવા હતી. આ અંતર્ગત યુઝર્સને ઘણી પ્રીમિયમ સુવિધાઓનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે. આ સિવાય તેમાં તમારી ટ્વીટ એડિટ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે.
એડિટની સુવિધા પણ મળશે
સોશિયલ મીડિયા કંપનીએ ભૂતકાળમાં પણ પોતાના યૂઝર્સને એડિટની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું, જે ઈલોન મસ્કના ટ્વિટર કેમ્પેઈન બાદ આવેલા ડેટાને જોઈને શરૂ કરવામાં આવ્યું હતું. મસ્કના આ પોલમાં, 70 ટકા યુઝર્સે એડિટ બટન આપવાની તરફેણમાં વોટ આપ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા કંપનીએ તેના પ્લેટફોર્મ પર એડિટ બટન આપવાનું શરૂ કર્યું, પરંતુ હાલમાં આ સુવિધા ફક્ત પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ધરાવતા લોકોને જ આપવામાં આવે છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર