Home /News /national-international /'ભાઈ, મારું એકાઉન્ટ પણ ચાલુ કરાવી દે' પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા બાદ વાયરલ થઈ રહ્યાં છે જોરદાર મીમ્સ

'ભાઈ, મારું એકાઉન્ટ પણ ચાલુ કરાવી દે' પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બન્યા બાદ વાયરલ થઈ રહ્યાં છે જોરદાર મીમ્સ

વાયરલ મીમ્સ

Twitter New CEO: ટ્વિટર યુઝર્સના મીમ્સ જોઈને તમે પણ રિએક્શન આપી જ દેશો એવા અનેક મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. તો ચાલો જોઈએ, આવા જ કેટલાક ફની મીમ્સ.

નવી દિલ્હી. ભારતીય મૂળના પરાગ અગ્રવાલ (Parag Agrawal) ટ્વિટરના (Twitter) સીઈઓ બન્યા પછી માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ઘણા ફની મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. ઈલોન મસ્કથી લઈને આનંદ મહિન્દ્રા સુધી લોકો વિવિધ પ્રકારના મીમ્સ બનાવીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ કહ્યું, 'ભારતીય સીઈઓ વાયરસ' (Indian CEO Virus) વિશ્વમાં ફેલાઈ રહ્યો છે, તેની કોઈ રસી નથી... જ્યારે ઈલોન મસ્કે (Elon Musk) કહ્યું, 'અમેરિકાને ભારતીય પ્રતિભાનો લાભ મળી રહ્યો છે.'

તમને જણાવી દઈએ કે, ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ (Jack Dorsey Resignation) રાજીનામું આપી દીધું છે અને હવે કંપનીના સીટીઓ પરાગ અગ્રવાલ (New CEO of Twitter) તેમની જગ્યા લેશે.



ટ્વિટર યુઝર્સના મીમ્સ જોઈને તમે પણ રિએક્શન આપી જ દેશો એવા અનેક મીમ્સ વાયરલ થઇ રહ્યા છે. તો ચાલો જોઈએ, આવા જ કેટલાક ફની મીમ્સ.

પરાગ અગ્રવાલના સીઈઓ બન્યા બાદ એક યુઝરે પીએમ મોદી અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે મીમ બનાવ્યું છે. જેમાં તેણે લખ્યું હતું કે, 'ભાઈ, પરાગ સાથે વાત કરીને મારું એકાઉન્ટ પણ એક્ટિવેટ કરાવી દો ને.'



પરાગને અભિનંદન આપતાં આનંદ મહિન્દ્રાએ લખ્યું, 'આ એક એવી મહામારી છે, જેના વિશે જણાવીને અમે ખુશ છીએ અને ગર્વ અનુભવીએ છીએ કે, તેની ઉત્પત્તિ ભારતમાં થઈ છે. આ ભારતીય CEO વાયરસ છે… તેની કોઈ રસી નથી.



ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અલોન મસ્કે ભારતના પરાગ અગ્રવાલને અભિનંદન આપતાં કહ્યું કે, 'અમેરિકાને ભારતીય પ્રતિભાનો લાભ મળી રહ્યો છે.'



બાય ધ વે, તમે ભારતમાં પ્રખ્યાત અગ્રવાલ પુરી ભંડાર સાંભળ્યું જ હશે, તેના પર એક યુઝરે લખ્યું... 'અગ્રવાલ ટ્વિટ ભંડાર'

રાજીનામા બાદ ડોર્સીએ જણાવ્યું કે, "મેં Twitter છોડવાનું નક્કી કર્યું છે કારણ કે મને લાગે છે કે કંપની તેના સ્થાપકોથી આગળ વધવા માટે તૈયાર છે. ટ્વિટરના સીઇઓ તરીકે પરાગ પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. છેલ્લા 10 વર્ષમાં તેણે ખૂબ જ પ્રગતિશીલતા દાખવીને કંપની માટે કામ કર્યુ છે. હું તેની આવડત, હ્યદય અને આત્મા માટે ખૂબ આદર દાખવું છું. હવે તેનો સમય છે કે તે કંપનીનું નેતૃત્વ કરે."
First published:

Tags: Memes, Parag Agrawal, Twitter