નવી દિલ્હી. સોશિયલ મીડિયા કંપની ટ્વીટર (Twitter)એ સાત મહિનામાં બીજી વાર સોમવારે પોતાની વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો (Twitter India Map Controversy) પ્રદર્શિત કર્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્વીટરને બેન કરવાની માંગ ઊભી થવા લાગી. ઘણા વિરોધ બાદ કંપનીએ વેબસાઇટ પરથી નક્શો હટી જશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સ્થિત બુલંદશહરમાં ટ્વીટરના એમડી મનીષ માહેશ્વરી (Manish Maheshwari)ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી જાણકારી મુજબ, બુલંદશહરમાં બજરંગ દળના એક નેતાની ફરિયાદ પર ટ્વીટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનીષ માહેશ્વરીની વિરુદ્ધ વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો દર્શાવવા માટે આઇપીસીની કલમ 505 (2) અને આઇટી (સંશોધન) અધિનિયમ 2008ની કલમ 74 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Twitter India Managing Director Manish Maheshwari has been booked under Section 505 (2) of IPC and Section 74 of IT (Amendment) Act 2008 for showing wrong map of India on its website, on complaint of a Bajrang Dal leader in Bulandshahr
આઇટી સંબંધી નવા નિયમોના પાલનને લઈ ભારત સરકારની સાથે ચાલી રહેલા ગતિરોધની વચ્ચે ટ્વીટરની વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જમ્મુ-કાશ્મીર અને લદાખને એક અલગ દેશ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ટ્વીટર વેબસાઇટ પર કરિયર સેક્શનમાં ટ્વીપ લાઇફ શીર્ષક હેઠળ આ સ્પષ્ટ ગડબડ જોવા મળી હતી. તેને લઈને દેશવાસીઓએ જોરદાર વિરોધ વ્યક્ત કર્યો અને માઇક્રોબ્લોગિંગ મંચની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. આ પહેલો પ્રસંગ નથી જ્યારે ટ્વીટરે ભારતના નક્શાને ખોટી રીતે રજૂ કર્યો હોય. આ પહેલા તેણે લેહને ચીનનો હિસ્સો દર્શાવ્યો હતો.
ટ્વીટર બેનનું હેશટેગ લગભગ 17,000 ટ્વીટની સાથે ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું. વધતા વિરોધની વચ્ચે સોમવાર સાંજે ટ્વીટરને ખોટા નક્શાને હટાવી દીધો. સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે ટ્વીટરની વેબસાઇટ પર ખોટો નક્શો દર્શાવવામાં આવ્યો તેથી તેઓ આ મામલામાં મધ્યસ્થ નથી અને આ સામગ્રી માટે તેઓ જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સોશિયલ મીડિયાના નવા નિયમ 25 મેથી લાગુ થઈ ગયા છે. ટ્વીટરે વધારાના સમયગાળાને સમાપ્ત થયા બાદ પણ જરૂરી અધિકારીઓની નિયુક્તિ નથી કરી જેના કારણે તેણે ભારતમાં મધ્યસ્થ ડિજિટલ મંચોને ‘સંરક્ષણની જોગવાઈ’ના માધ્યમથી મળનારી છૂટના અધિકારને ગુમાવી દીધો છે.
આ પહેલા ભારતમાં નિયુક્ત કરવામાં આવેલા ટ્વીટરના ઇન્ટરીમ ગ્રીવન્સ ઓફિસરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. નવા આઇટી એક્ટ નિયમો હેઠળ ભારતીય યૂઝર્સની ફરિયાદો પર કાર્યવાહી માટે મુખ્ય સોશિયલ મીડિયા કંપનીઓમાં ગ્રીવન્સ ઓફિસરની નિયુક્તિ જરૂરી છે. ભારતમાં ટ્વીટર તરફથી નિયુક્ત કરવામાં આવેલા ઇન્ટરીમ ગ્રીવન્સ ઓફિસર ધમેન્દ્ર ચતુર (Dharmendra Chatur)એ રાજીનામું આપી દીધું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર