Home /News /national-international /પાકિસ્તાનીઓએ કહ્યું: 'પકડાયેલા ભારતીય પાયલોટને સન્માન આપજો'

પાકિસ્તાનીઓએ કહ્યું: 'પકડાયેલા ભારતીય પાયલોટને સન્માન આપજો'

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન બેનઝિર ભૂટ્ટોની ભત્રીજી ફાતિમા ભૂટ્ટોએ તેમના ટ્વીટર પર લખ્યુ કે, ભારતીય પાયલોટને સન્માન પૂર્વક રાખવામાં આવે.

ન્યૂ દિલ્હી: ભારતનાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતીય વાયુસેનાનું મીગ—21ને તોડી પાડવામાં આવ્યુ છે અને એક ભારતીય પાયલોટ ગૂમ છે. બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો છે કે, તેણે બે ભારતીય પોયલોટોને પકડ્યા છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે છે પણ જ્યારે એ સમાચાર આવ્યા કે, ભારતીય વાયુ સેનાનાં પાયલોટને પાકિસ્તાનની સેનાએ પકડ્યા છે ત્યારે બંને દેશનાં લોકોએ આ પાયલોટની સુરક્ષાની ચિંતા કરી. એટલુ જ નહીં પણ પાકિસ્તાનમાં રહેતા નાગરિકોએ પણ પાકિસ્તાન સરકારને અપીલ કરી કે, ભારતીય વાયુ સેનાનાં પકડાયેલા પાયલોટને યોગ્ય સારવાર આપવામાં આવે અને તેમની સાથે એક બાહોસ ઓફિસર સાથે જેમ સન્માનભેર વર્તન થાય તેમ કરવામાં આવે અને આ પાયલોટને ભારત પરત મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવે.

પાકિસ્તાને પોતાનાં દાવાને પુરવાર કરવા માટે આ પકડાયેલા પાયલોટનો વીડિયો પણ જાહેર કર્યો છે.



પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન બેનઝિર ભૂટ્ટોની ભત્રીજી ફાતિમા ભૂટ્ટોએ તેમના ટ્વીટર પર લખ્યુ કે, ભારતીય પાયલોટને સન્માન પૂર્વક રાખવામાં આવે.

તેણીએ વધુમાં લખ્યુ કે, ઘણા બધા પાકિસ્તાનીઓ એ પ્રાર્થના કરે છે કે, ભારતીય વાયુસેનાનાં પાયલોટને માનભેર રાખવામાં આવે. હું એવી પ્રાર્થના કરું છુ કે, આપણે સદબુદ્ધીપૂર્વક વર્તન કરીશું અને એ હું જાહેરમાં કહુ છું. આપણે એ લોકો છીએ કે જેઓ યુદ્ધ ઇચ્છતા નથી અને એટલે જ દરેક વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ઠા માટે પ્રયત્નશીલ છીએ”



પત્રકાર મન્સૂર અલી ખાને લખ્યું કે, ભારતીય વાયુ સેનાનાં પકડાયેલા પાયલોટને એક ઓફિસરને શોભે તેવો સત્કાર આપવો જોઇએ. આપણે એવા દેશવાસીઓ છીએ કે જેઓ બહાદુરીની કદર કરીએ છીએ”.

First published:

Tags: Captured, IAF, Indian Pilot, પાકિસ્તાન