Home /News /national-international /Exclusive CNBCTV18: સાવ ખાલી હાથે નહીં જવા દે મસ્ક, ટ્વિટરનાં છૂટા કરાયેલ કર્મચારીઓ સામે ઓફર મૂકી મસ્ત!

Exclusive CNBCTV18: સાવ ખાલી હાથે નહીં જવા દે મસ્ક, ટ્વિટરનાં છૂટા કરાયેલ કર્મચારીઓ સામે ઓફર મૂકી મસ્ત!

કર્મચારીઓને વળતર આપશે Twitter

Twitter Layoffs: ટ્વિટરમાંથી છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને મસ્ક દ્વારા વળતરની ઓફર મૂકવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. આ વળતર સ્વરૂપે તેઓને ત્રણ મહિનાનો પગાર આપવામાં આવશે.

  • Trending Desk
  • Last Updated :
  • New Delhi, India
    Twitter Layoffs: ટ્વિટર પોતાના કર્મચારીઓની છટણીનાં સમાચારોને લઈને સતત ચર્ચામાં છે. એક તરફ જ્યાં અમેરિકાથી લઈ ભારત સુધી ટ્વિટર પોતાના કર્મચારીઓમાં નોકરીઓને જે રીતે છૂટા કરી રહ્યું છે તેને લઈને ફફડાટનો માહોલ છે. પણ એવામાં એક થોડા રાહતનાં સમાચાર આવી રહ્યા છે એવા કર્મચારીઓ માટે કે જેમને છૂટા કરવામાં આવ્યા છે.

    મસ્ક દ્વારા વળતરની ઓફર

    ટ્વિટરમાંથી છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને મસ્ક દ્વારા વળતરની ઓફર મૂકવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. અત્યાર સુધી કાઢવામાં આવેલા કર્મચારીઓની સંખ્યાનો આંકડો સામે નથી આવ્યો પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છટણીઑ અગાઉ ટ્વિટરમાં 7500 કર્મચારીઓ હતા.

    CNBC-TV18 ના સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્વિટર તરફથી કાઢવામાં આવેલા કર્મચારીઓને ત્રણ મહિનાનો પગાર ઓફર કરવામાં આવશે. આ સિવાય જે કર્મચારી જે લોકેશન પર હાજર છે તેઓને એ જ રીતે વળતર આપવામાં આવશે. મસ્કે ટ્વિટર પર જાણકારી આપી હતી કે છૂટા કરવામાં આવેલા કર્મચારીઓને આપવામાં આવશે અને સ્પષ્ટ થઈ ગયું છે જે તેઓને ત્રણ મહિનાનો સેલરી મળશે. ભારતની વાત કરવામાં આવે તો તેઓને 2 મહિનાનો પગાર મળશે.

    આ પણ વાંચો: ટ્વિટરના CEOનું પદ ગયું તો પણ પરાગ અગ્રવાલ માલામાલ, 42 મિલિયન ડોલર મળશે

    કર્મચારીઓને મળ્યા મેલ

    CNBC-TV18 ને મળેલી માહિતી અનુસાર ટ્વિટર પોતાના કર્મચારીઓને આ પ્રકારનો એક ઇમેઈલ મોકલી રહી છે કે જેમાં, ''આજે કંપનીમાં આપનો છેલ્લો દિવસ છે, જો કે તમે ટ્વિટર સાથે 4 જાન્યુઆરી 2023 સાથે જોડાયેલા રહેશો. ત્યાં સુધીમાં તમને વળતર અને બીજી બધી સુવિધાઓ પણ મળી જશે.''

    આ મેલ અનુસાર નોકરીમાથી કાઢ્યા બાદ ભારતીય કર્મચારીઓને બે મહિનાનો પગાર આપવામાં આવશે એવી માહિતી મળી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Elon musk, Twitter, Twitter Trend

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन