ટેસ્લા કંપનીના માલિક એલન મસ્ક ટ્વિટરના માલિક બની ગયા છે. એલન મસ્કે તેમના ટ્વિટર બાયોમાં પ્લેટફોર્મના વડા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ટ્વિટરના CEO પરાગ અગ્રવાલને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. પરાગ અગ્રવાલની સાથે પોલિસી ચીફ વિજયા ગડ્ડેને પણ બરતરફ કરવામાં આવ્યા છે. જે સમયે એલન મસ્કની ટ્વિટર સાથે ડીલ પૂર્ણ થઈ રહી હતી, તે દરમિયાન પરાગ અગ્રવાલ અને નેડ સેગલ ઓફિસમાં હતા, ત્યારબાદ તેમને ઓફિસની બહાર ખસેડી દેવામાં આવ્યા હતા. તેમની નોકરી ગઈ છે છતાં તેઓ માલામાલ થઈ જશે.
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર માટે ડીલને અંતિમ સ્વરૂપ આપવાના દિવસ પહેલા 27 ઓક્ટોબરે ગુરુવારે લાંબુ નિવેદન બહાર પાડ્યું હતું. મસ્કે પોતાના નિવેદનમાં આ ડીલ પાછળના હેતુનો ખુલાસો કર્યો છે. આ સિવાય મસ્કે આ પ્લેટફોર્મ પર જાહેરાતો વિશે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
રિસર્ચ ફર્મ ઈક્વિલર અનુસાર સોશિયલ મીડિયા કંપની ફેરફાર થયો તેના 12 મહિનામાં ટ્વિટર ઈંકના CEO પરાગ અગ્રવાલને 42 મિલિયન ડોલર આપવામાં આવશે. સોમવારે એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. વર્ષ 2013 બાદથી ટ્વિટરે સાર્વજનિક કંપનીના રૂપે સમાપ્ત કરી દીધું. એલન મસ્કે 14 એપ્રિલના રોજ જણાવ્યું હતું કે, તેમને ટ્વિટરના મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.
અગ્રવાલને મૂળ વેતનની સાથે સાથે તમામ ઈક્વિટી રિવૉર્ડ પણ આપવામાં આવશે. ઈક્વિલરના પ્રવક્તા જણાવે છે કે, પ્રોક્સી સ્ટેટમેન્ટમાં શરતોના આધાર પ્રતિ શેરની કિંમત 54.20 ડોલર છે. અગ્રવાલે સોમવારે કર્મચારીઓને જણાવ્યું કે, મસ્કની ડીલને વ્યક્તિગત રૂપે લઈ ગયા બાદ સોશિયલ મીડિયાનું ભવિષ્ય અનિશ્ચિત જોવા મળી રહ્યું છે. તેમણે ટાઉન હોલમાં આ નિવેદન આપ્યું હતું.
પરાગ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, ડીલ પૂર્ણ થઈ ગયા બાદ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કઈ દિશામાં જશે, તે અંગે કોઈ જાણકારી નથી. ત્યારબાદ એલન મસ્ક ક્વેશ્ચન આન્સર સેશન માટે ટ્વિટર સ્ટાફમાં સામેલ થશે. પરાગ અગ્રવાલ અગાઉ ટ્વિટરના ચીફ ટેકનોલોજી ઓફિસર હતા, નવેમ્બરમાં તેમને આ પોસ્ટ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. ટ્વિટરના પ્રોક્સી અનુસાર સ્ટોક એવોર્ડ્સમાં વર્ષ 2021 માટે તેમને 30.4 મિલિયન ડોલર વેતન આપવામાં આવ્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Elon musk, Parag Agarwal