Home /News /national-international /ટ્વિટર ડાઉન? લોગીનમાં કેટલાય યુઝર્સને આવી તકલીફ, લોકોએ કહ્યું મસ્ક ઈફેક્ટ

ટ્વિટર ડાઉન? લોગીનમાં કેટલાય યુઝર્સને આવી તકલીફ, લોકોએ કહ્યું મસ્ક ઈફેક્ટ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ડાઉન (ફાઈલ ફોટો)

કેટલાય ટ્વિટર યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમને સવારના સમયે લોગ ઈન કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. કેટલાય યુઝર્સે તેના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે.

    નવી દિલ્હી: જ્યારથી ટ્વિટરની કમાન એલન મસ્કે સંભાળી છે, ત્યારથી લાઈમલાઈટમાં ચાલી રહ્યા છે. શુક્રવારે કંપનીમાં છટણી કરવાનો સિલસિલો શરુ થઈ ગયો હતો, આ તમામની વચ્ચે કેટલાય ટ્વિટર યુઝર્સે ફરિયાદ કરી હતી કે તેમને સવારના સમયે લોગ ઈન કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. કેટલાય યુઝર્સે તેના સ્ક્રીનશોટ્સ પણ શેર કર્યા છે.

    શુક્રવારની સવારે, કેટલાય યુઝર્સે માઈક્રોબ્લોગિંગ સાઈટની સાથે થયેલી સમસ્યાની સૂચના આપી હતી. કેટલાય લોકોએ કહ્યું કે, તે વેબસાઈટમાં લોગ ઈન નથી કરી શકતા. જાણકારી અનુસાર, આઉટેજ લગભગ 3 વાગ્યે શરુ થયું અને સવારે 7 કલાકની આસપાસ તે જોવા મળ્યું છે. જો કે, આ ફરિયાદ તમામ યુઝર્સ સાથે જોવા મળી નથી.

    આ પણ વાંચો: ઈલોન મસ્કે યુઝર્સને આપ્યો મોટો ઝટકો! ટ્વિટર પર બ્લુ ટિક આપવા માટે દર મહિને મસમોટી ફી ચાર્જ કરશે

    શું દેખાઈ રહ્યું હતું


    યુઝર્સે સ્ક્રીન શોટ પાડ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, લોગ ઈનમાં અડચણ આવી રહી છે. લોગ ઈન કરવાની કોશિશમાં દેખાઈ રહ્યું છે કે, કંઈક ખોટુ થઈ રહ્યું છે, પણ ચિંતા ન કરો. ફરી પ્રયાસ કરો.

    એક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે હું ટ્વિટર એક્સેસ નથી કરી શકતો અને મને એરર પ્રોમ્ટ મળી રહ્યું છે. કંઈક ખોટુ થઈ રહ્યું છે, પણ ગભરાશો નહીં, ફરીથી પ્રયત્ન કરો.

    આજે ટ્વિટરનો બ્લેક ફ્રાઈડે


    કથિત રીતે ટ્વિટર અન્ય કારણોથી પણ ચર્ચામાં છે. કંપની સૂત્રોએ દાવો કર્યો છે કે, આજથી ટ્વિટર એવા કર્મચારીઓને ઈમેલ દ્વારા જાણકારી આપશે કે સોમવારથી આપે નોકરી પર નથી આવવાનું.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Elon musk, Twitter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन