ટ્વિટરે રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ 1 કલાક માટે બંધ કરી દીધું, અમેરિકાના નિયમોનો હવાલો આપ્યો

રવિશંકર પ્રસાદ

આ નિયમોનું સતત ઉલ્લંઘન કરનારનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય સંચાર અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદનું (Ravi Shankar Prasad)ટ્વિટર (twitter) એકાઉન્ટ શુક્રવારે એક કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈએ જાણકારી આપી કે એકાઉન્ટનું એક્સેસ એક કલાક માટે બંધ રાખવામાં આવ્યું અને આ માટે અમેરિકાના Digital Millennium Copyright Act (DMCA)ના ઉલ્લંઘનનો હવાલો આપ્યો છે. એએનઆઈના ટ્વિટમાં બે સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યા છે. પ્રથમ સ્ક્રીનશોટમાં ટ્વિટરે એ કારણ બતાવ્યું છે જેના કારણે એકાઉન્ટનું એક્સેસ બંધ કરવામાં આવ્યું છે. બીજા સ્ક્રીનશોટમાં એકાઉન્ટ એક્સેસ મળી જવાની જાણકારી આપવામાં આવી છે.

  ટ્વિટર દ્વારા એકાઉન્ટ એક્સેસ બંધ કરવાનું કારણ જણાવ્યું છે કે તમારું એકાઉન્ટ બ્લોક કરવામાં આવી રહ્યું છે કારણ કે તમારા ટ્વિટર એકાઉન્ટ પર એક કન્ટેન્ટની પોસ્ટિંગને લઇને ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટ અંતર્ગત ફરિયાદ મળી છે.

  આ પણ વાંચો - બીજી દુનિયા અને એલિયનનું રહસ્ય ખુલશે! અમેરિકા UFO પર કરશે મોટો ખુલાસો

  આ નિયમોનું સતત ઉલ્લંઘન કરનારનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે

  ટ્વિટરે કહ્યું કે અમે કોપીરાઇટ નિયમોને બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ અને આ નિયમોનું સતત ઉલ્લંઘન કરનારનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. જો તમારું એકાઉન્ટ અનલોક કરાવવું છે તો ટ્વિટરના કોપીરાઇટ નિયમોની સમીક્ષા કરવી પડશે.

  એક કલાક પછી ફરી ખોલ્યું એકાઉન્ટ

  આ પછી એકાઉન્ટ ફરી ખોલતા ટ્વિટરે કહ્યું કે તમારા એકાઉન્ટનો હવે ઉપયોગ કરી શકો છો. કૃપા કરીને ધ્યાન રાખો કે જો આગળ પણ DMCA નોટિસ આવશે તો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

  જણાવી દઈએ કે સોશિયલ અને ડિજિટલ મીડિયા માટે નવા નિયમો લાવ્યા પછી સરકાર અને ટ્વિટર વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી ચૂક્યું છે કે સોશિયલ મીડિયા કંપનીને ભારતીય નિયમો માનવા જ પડશે.
  Published by:Ashish Goyal
  First published: