Twitterના સીઇઓ નથી લેતા પગાર, છતા નેટવર્થ 38 હજાર કરોડ !

  • Share this:
    ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીને ગત વર્ષે માત્ર 1.40 ડોલર(98 રૂપિયા) સેલેરી મળ્યો હતો. આ તેમનું પહેલું વેતન છે. ડોર્સીએ 2015માં ટ્વિટરનું સીઈઓ પદ સંભાળ્યું હતું. તે સમયે તેમણે કહ્યું હતું કે તે 3 વર્ષ સુધી કોઈ સેલરી કે ભથ્થું લેશે નહિ. બાદમાં 2018માં તેમણે 1.40 ડોલરના સાંકેતિક સેલરી સિવાય કોઈ બીજા ભથ્થા લેવાની ના પાડી હતી. ટ્વિટરે સોમવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી હતી.

    ડોર્સીની સેલેરી ટ્વિટરની શબ્દ સીમાનો સંકેત છે: ટ્વિટરના કો-ફાઉન્ડર ડોર્સીએ લાંબા ગાળે કંપનીની ભલાઈને ધ્યાન રાખીને સેલેરી ન લેવાનો નિર્ણય કર્યો હતો. ડોર્સીનો સેલરી ટ્વિટરની અગાઉની 140 શબ્દોની લિમિટનો સંકેત છે. 2017માં આ લિમિટને વધારીને 280 શબ્દ કરવામાં આવી હતી. ડોર્સીની વાસ્તવિક કમાણી ટ્વિટર અને મોબાઈલ કંપની સ્કવાયરમાં તેમના શેરથી છે. બ્લૂમબર્ગ બિલેનિયેર ઈન્ડેક્સના જણાવ્યા પ્રમાણે, ડોર્સીની નેટવર્થ 5.5 અબજ ડોલર 38,318 કરોડ રૂપિયા છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ 15 હજારનું રોકાણ કરીને ત્રણ મહિનામાં કરો રૂ. 3 લાખની કમાણી!

    ફેસબુક, આલ્ફાબેટના સીઈઓનું વેતન માત્ર 1 ડોલર, આ પ્રકારનું વેતન લેનાર ડોર્સી એક માત્ર સીઈઓ નથી. ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ લાંબા સમયથી માત્ર 1 ડોલર વાર્ષિક વેતન લઈ રહ્યાં છે. આલ્ફાબેટના સીઈઓ લૈરી પેજ પણ વાર્ષિક 1 ડોલર જ લે છે.
    Published by:Sanjay Vaghela
    First published: