Home /News /national-international /જોડકા બાળકો જન્મવાનું પ્રમાણ વધવા પાછળ શું છે કારણ?

જોડકા બાળકો જન્મવાનું પ્રમાણ વધવા પાછળ શું છે કારણ?

પ્રતિકાત્મક તસવીર

આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે 16 લાખ જોડિયા બાળકો જન્મ લે છે. એકંદરે દર 42 સામાન્ય બાળકોના જન્મની સરેરાશે 1 જોડિયાનો જન્મ થાય છે

એક તરફ જીવનશૈલીના કારણે બાળકો ના થવાની સમસ્યાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બીજી તરફ જોડકા બાળકોના જન્મનું પ્રમાણ પણ વધ્યું છે. આંકડા મુજબ વિશ્વમાં દર વર્ષે 16 લાખ જોડિયા બાળકો જન્મ લે છે. એકંદરે દર 42 સામાન્ય બાળકોના જન્મની સરેરાશે 1 જોડિયાનો જન્મ થાય છે. આ આંકડા તાજેતરમાં થયેલા એક સંશોધન બાદ સામે આવ્યા હતા. જેમાં સંશોધનકારોએ 1980થી 1985 અને 2010થી 2015 વચ્ચે 165 દેશોમાંથી જોડિયા બાળકોના જન્મ દર અંગેની માહિતી એકત્રિત કરી હતી. આઇવીએફ જેવી ટેકનીકના કારણે 1980થી જ જોડિયા બાળકોના જન્મનું પ્રમાણ વધ્યું હતું. હ્યુમન રેપ્રોડક્શન જર્નલના મત અનુસાર છેલ્લા 30 વર્ષથી જોડિયા બાળકોના જન્મની ટકાવારી બેગણી થઈ છે. એકલા નોર્થ અમેરિકામાં જ 32 ટકાથી વધીને 71 ટકા થઈ છે.

આંકડા મુજબ યુરોપ અને નોર્થ અમેરિકામાં દર 1000 બાળકોના જન્મે 12 જોડિયા બાળકનો જન્મ થાય છે. બીજી તરફ આફ્રિકામાં તો જોડિયા બાળકોનો જન્મદર વર્ષોથી ઊંચો રહ્યો છે.

આ પણ વાંચો - વરસાદથી બચવા ઝાડ નીચે ઉભા હતા ચાર લોકો, અચાનક વીજળી પડી અને... જુઓ Live Video

આફ્રિકા અને એશિયામાં જોડિયા બાળકોનો જન્મદર વધુ

આફ્રિકા અને એશિયામાં વિશ્વના 80 ટકા જોડિયા બાળકો જન્મે છે. માતાના બે અલગ-અલગ એગમાંથી જન્મતા બાળકોનું પ્રમાણ આફ્રિકામાં વધુ છે. જેને ડિઝયગોનીક ટ્વિન્સ કહેવાય છે. આફ્રિકન લોકો અને અન્ય લોકો વચ્ચે જનીનમાં રહેલા તફાવત પણ જોડિયા બાળકોની સંખ્યાની અસંતુલન પાછળ જવાબદાર છે. જોકે, અત્યારે યુરોપ, નોર્થ અમેરિકા સહિતના ક્ષેત્રોના જોડિયાનો જન્મદર વધ્યો છે. આઇવીએફ, આઇસીએસાઈ જેવા કારણોથી આ પ્રમાણ વધ્યું છે.

જન્મ સમયે અધૂરા બાળકો ઉપર જોખમ વધુ

મહિલાઓ હવે પરિવાર મોટી ઉંમરે શરૂ કરે છે. ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ વધ્યો છે અને ફર્ટિલિટી ઘટી છે. જોડિયા બાળકોના જન્મ સમયે તેમની સામે મુશ્કેલીઓ વધુ હોય છે. ઘણી વખત બાળક અકાળે મૃત્યુ પામે છે કે અધૂરા માસે જન્મે છે અથવા ઓછા વજનના હોય છે. મધ્યમ આવક ધરાવતા દેશોમાં જોડિયા બાળકો ઉપર જોખમ વધુ છે. આફ્રિકામાં અનેક જોડિયા બાળકો ખંડિત થઈ જાય છે. આ આંકડો 2 લાખ જેટલો છે! બીજી તરફ ધનવાન દેશોમાં જોડિયા બાળકો ઉપર ઓછું જોખમ છે. હવે તો જન્મનું પ્રમાણ પણ આ દેશોમાં વધવા લાગ્યું છે.
" isDesktop="true" id="1079285" >

ભારતમાં જોડિયા બાળકોનો જન્મદર વધશે

સંશોધકોના મત મુજબ ભારત અને ચીનમાં જોડિયા બાળકોના જન્મની સંખ્યા ભવિષ્યમાં વધશે. જેની પાછળ પણ આઇવીએફનું વધતું પ્રમાણ જવાબદાર છે.
First published:

Tags: Pregnancy, Twins, આઇવીએફ