Home /News /national-international /નોઇડા: 103 મીટર ઊંચા મહાકાય ટ્વીન ટાવરના ડિમોલિશન માટે તંત્ર સજ્જ, બહાર પાડી ગાઇડલાઇન્સ

નોઇડા: 103 મીટર ઊંચા મહાકાય ટ્વીન ટાવરના ડિમોલિશન માટે તંત્ર સજ્જ, બહાર પાડી ગાઇડલાઇન્સ

આસપાસની છ રહેણાંક સોસાયટીઓમાં રહેતા લોકો માટે માર્ગદર્શિકા જાહેર

Twin Towers Demolition: ગેરકાયદે રીતે બાંધવામાં આવેલી ઇમારતની આસપાસની છ રહેણાંક સોસાયટીઓમાં રહેતા લોકો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે

દિલ્હી: નોઇડાના સેક્ટર 93એમાં આવેલા ટ્વીન ટાવર્સને તોડી પાડવાને (Twin Tower Demolition in Noida) આડે હવે માત્ર એક જ દિવસનો સમય બાકી છે, ત્યારે ગેરકાયદે રીતે બાંધવામાં આવેલી ઇમારતની આસપાસની છ રહેણાંક સોસાયટીઓમાં રહેતા લોકો માટે માર્ગદર્શિકા (Guidelines for people) જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના નોઈડાની એમરલ્ડ કોર્ટમાં સુપરટેકના ટ્વીન ટાવર્સને 28 ઓગસ્ટે નિયંત્રિત ઇમ્પ્લોઝન ટેકનિક ( controlled implosion technique) દ્વારા તોડી પાડવામાં આવશે, જેની પ્રક્રિયા બપોરે 2.30 વાગ્યાથી શરૂ થશે.

ડીમોલિશનના ફોટા-વિડીયો લેવાની મનાઇ

છ સોસાયટીઓ - સિલ્વર સિટી, પારસનાથ પ્રેસ્ટિજ, પારસનાથ સૃષ્ટિ, આલ્ડિકો યુટોપિયા, એલ્ડિકો ઓલિમ્પિયા અને એટીએસ ગ્રીન્સ સોસાયટીના રહેવાસીઓને ડિમોલિશન સમયે છત પર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નોઇડા પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, રહેવાસીઓને છત પરથી ડિમોલિશન પ્રક્રિયાના ફોટા અથવા વિડીયો લેવાની પણ મંજૂરી આપવામાં આવશે નહીં.

વહેલી સવારે બંધ કરી દેવાશે ગેસ પુરવઠો

તદુપરાંત, રહેવાસીઓએ દરવાજા અને બારીઓને યોગ્ય રીતે બંધ કરી દેવા, જેથી ઘરોમાં ધૂળને પ્રવેશતી અટકાવી શકાય અને તમામ વિદ્યુત ઉપકરણો બંધ કરી દેવા જોઈએ. આ છ સોસાયટીમાં 3 હજારથી વધુ ફ્લેટ છે. જેને લઈને એમરલ્ડ કોર્ટના રહેવાસીઓને 28 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યા સુધીમાં ઇમારત ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે અને સાંજે 5.30 વાગ્યા પછી પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે. ફ્લેટ્સને પાઇપ ગેસનો પુરવઠો સવારે 6.30 વાગ્યે બંધ કરી દેવામાં આવશે અને સાંજે 4 વાગ્યે પુન: શરૂ કરવામાં આવશે, અને સંપૂર્ણ પુન: શરૂ કરવામાટે લગભગ 3-4 કલાકનો સમય લાગશે.

આ પણ વાંચો: ગ્રેટર નોઇડામાં એક્સપ્રેસ વે પર અમદાવાદ જેવો મસમોટો ભૂવો પડ્યો

શા માટે થઇ રહ્યું છે ડિમોલિશન?

ગત વર્ષે 31 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે નોઈડાના અધિકારીઓ સાથે "મિલીભગત"માં બિલ્ડિંગના ધોરણોના ઉલ્લંઘન માટે ત્રણ મહિનાની અંદર ટ્વીન ટાવર્સને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે કાયદાના નિયમનું પાલન સુનિશ્ચિત કરવા માટે ગેરકાયદેસર બાંધકામો પર કડક કાર્યવાહી કરવી પડશે.

કઇ રીતે કરાશે ડિમોલિશન

આ ટ્વીન ટાવર્સમાં લગભગ 3,700 કિલો વિસ્ફોટકોનો ખડકલો કરવામાં આવ્યો છે. વિસ્ફોટકો મૂકવાની પ્રક્રિયા 22 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી. વિસ્ફોટને કારણે કંપન ઘટાડવા માટે ખાઈઓ ખોદવામાં આવી છે અને આજુબાજુ કાદવના ઢગલા કરવામાં આવ્યા છે.

પ્રદૂષણને કઇ રીતે કરાશે મેનેજ

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જોડિયા ટાવરો તોડી પાડ્યા બાદ અવાજ અને ધૂળના પ્રદૂષણની અસર ઘટાડવા માટે પણ મિકેનિઝમ્સ ગોઠવી છે. ડિમોલિશન 28 ઓગસ્ટે બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. 103 મીટર ઉંચી ઇમારતો ધરાશાયી થવાથી મોટા પ્રમાણમાં ધૂળનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ અને કંપન થશે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, ધૂળના પ્રદૂષણ માટે ડિમોલિશન દરમિયાન રજકણોને પહોંચી વળવા માટે 10 એન્ટી-સ્મોગ ગન લગાવવામાં આવી છે. ધૂળના પ્રદૂષણની દેખરેખ માટે છ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી છે. આ સાથે જ નોઈડાના સેક્ટર 125 અને 116માં એક્યુઆઈ સિસ્ટમ પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલ છે. ધૂળની આંધી કેટલી હદે જશે તેનો અંદાજ રવિવારે પવનની ગતિ અને દિશા પર નિર્ભર કરશે.

800 ટન કાટળમાળ થશે એકત્રિત

આ સાથે જ ધ્વનિ પ્રદૂષણ માટે ચાર મોનિટરિંગ મશીન લગાવવામાં આવ્યા છે. નો-મેનની જમીન 300 મીટર સુધી બનાવવામાં આવશે. જેથી આસપાસની ઇમારતોમાં રહેતા લોકોને ધ્વનિ પ્રદૂષણને કારણે તકલીફ ન પડે. એક અંદાજ મુજબ ટ્વીન ટાવરના ડિમોલિશનથી 60,000થી 800 ટન કાટમાળ એકઠો આવશે. જેમાંથી 40 હજારથી 50 હજાર ટન કાટમાળનો ઉપયોગ સ્થળ પર જ તોડી પાડયા બાદ બનેલા ખાડાને ભરવા માટે કરવામાં આવશે. આ ઉપરાંત રસ્તા પર કાટમાળ સાફ કરવા માટે 8 મિકેનિકલ રોડ સ્વીપિંગ મશીન અને મેન્યુઅલ સફાઇ માટે 200 કામદારોને લગાવવામાં આવ્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: National news, Noida, Twin towers

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन