Home /News /national-international /શું અમેરિકાના ટ્વિન ટાવર પર થયેલ હુમલો એક ષડયંત્ર હતું?

શું અમેરિકાના ટ્વિન ટાવર પર થયેલ હુમલો એક ષડયંત્ર હતું?

11 સપ્ટેમ્બર 2001ના (9/11 Attack)રોજ ન્યૂયોર્કના ટ્વિન ટાવર (twin tower attack in america)પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો

twin tower attack in america- 1 સપ્ટેમ્બર 2021ના (September 11 attacks)રોજ આ હુમલાને 20 વર્ષ પૂર્ણ થશે

11 સપ્ટેમ્બર 2001ના (9/11 Attack)રોજ ન્યૂયોર્કના ટ્વિન ટાવર (twin tower attack in america)પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલામાં 3 હજાર લોકોના મૃત્યુ થયા હતા. 11 સપ્ટેમ્બર 2021ના (September 11 attacks)રોજ આ હુમલાને 20 વર્ષ પૂર્ણ થશે. આ હુમલા પાછળ અલ કાયદા (Al Qaeda)જવાબદાર હતું. બ્યોરે ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું કે, “જ્યારે હુમલો થયો હતો, ત્યારે હું માત્ર 14 વર્ષની હતી. હું હવે દરેક બાબતો પર સવાલ ઉઠાવી રહી છું. ઈતિહાસ વિશે જે પણ જણાવવામાં આવ્યું છે, તેમાંથી કેટલું સત્ય છે તે જાણીને મને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યું છે.”

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, આ હુમલા માટે અલકાયદા નહીં, પરંતુ અમેરિકન સરકાર જવાબદાર છે. અત્યાર સુધી હું અધિકૃત બાબતો પર વિશ્વાસ કરતી હતી, પરંતુ QAnon ષડયંત્ર વિશે જાણ થતા મેં 9/11 હુમલા વિશે જાણવાની કોશિશ કરી. આ બાબત અંગે ઓનલાઈન ચર્ચા કરવામાં આવે છે. તે સ્થળો પર કોમર્શિયલ પ્લેનોએ ઉડાન ભરી હોવાના કારણે નહીં, પરંતુ ડિમોલીશન ટેક્નિકના કારણે આ ઈમારત પડી હતી. આ દાવાઓને વિકસિત કરવામાં આવ્યા હતા, તથા આ જ દાવાઓને પત્રકારોએ નકાર્યા હતા.

ક્યૂનાન સમૂહ (QAnon conspiracy theories)ના લોકોનું માનવું છે કે, વર્લ્ડ ટ્રેડ સેન્ટરના મોટા બીમને કોઈપણ વિમાનના એન્જીનથી ઓગાળી નહોતી શકાતું. આ કારણોસર ટાવરમાં વિસ્ફોટક રાખવામાં આવ્યા હશે. 9/11ના હુમલાને 20 વર્ષ પૂર્ણ થવા પર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોના વેક્સીન અને આ મહામારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

"9/11 Truth Film Festival"નું 17મું એડિશન ઓકલેન્ડ, કેલિફોર્નિયા થિયેટરમાં ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે. જેમાં આ કોરોના અંગે 2 ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવશે. આ પ્રોગ્રામના આયોજક કેરોલ બ્રોઈલેટે જણાવ્યું કે, “અમારી પાસે આ વિષય અંગે એટલી માહિતી છે કે, જે તમામ બાબતો દર્શાવવા ઈચ્છીએ છીએ. તે અંગે અમારી પાસે માત્ર 8 કલાક છે.”

આ પણ વાંચો - ડાયમંડ રિંગ ના આપવા પર તૂટી સગાઇ, યુવકના પરિવારજનોએ યુવતીની ખરાબ રીતે પિટાઇ કરી

આ ઈવેન્ટના વેબપેજ અનુસાર આ ફેસ્ટીવલના એક વક્તા કેન જેનકિંસે 9/11 હુમલા અંગે ડઝન DVDનું ઉત્પાદન કર્યું છે. પત્રકાર અને આ ઘટના અંગે પુસ્તક લખનાર ગેરેટ ગ્રેફે જણાવ્યું કે, “અમેરિકા એક ષડયંત્રકારી દેશ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “જ્યારે લોકોએ સોશિયલ મીડિયાનો વધુ માત્રામાં ઉપયોગ કરવાનો શરૂ કર્યો, તે સમયે 9/11નું ષડયંત્ર બહાર આવ્યું હતું. આ બાબત સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે.”

બ્રોઈલેટના સમૂહની જેમ 11 સપ્ટેમ્બરના રોજ 9/11ના હુમલાની તપાસ માટે વકીલોની સમિતિ તરફથી એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડ-19 અંગે ચર્ચા કરવામાં આવશે. તે સમય દરમિયાન પત્રકારો અને નેતાઓને આ બાબત અંગે પત્રો મોકલવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને આ ઈવેન્ટનું નામ "From 9/11-Anthrax to the Pandemic" રાખવામાં આવ્યું છે.

ઇન્ડિયાના વકીલ અને સમિતિના નિદેશક મિક હેરિસન માટે 2001નું anthrax અને કોવિડ-19 વાયરસ વચ્ચે સીધો સંબંધ રહેલો છે. હેરિસને જણાવ્યું કે, “anthrax માટે બાયોવેપન્સ અંગે અમેરિકાના અગાઉના કામ પર રિસર્ચ કર્યું છે. જેના પરથી ચિંતા જતાવવામાં આવી રહી છે કે, દેશમાં બાયોવેપન્સ માટેના ઉપયોગમાં સમસ્યા સર્જાઈ શકે છે.” બ્યોર અને હેરિસને જણાવ્યું કે, આ બાબત અંગે રિસર્ચ કરવું તે અમારી ફરજમાં આવે છે. હેરિસને જણાવ્યું કે, હું સરકારને લોકતાંત્રિક અને પારદર્શીય બનાવીને દેશને ઉચ્ચ સ્થાન પર લઈ જવાની કોશિશ કરી રહ્યો છું. "9/11 નો હુમલો એક મોટો મુદ્દો છે, જેની આપણને અનેક બાબતો વિશે જાણ નથી.
First published:

Tags: 9/11 anniversary, Twin tower attack, અમેરિકા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો